Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લોકસભા ચૂંટણી જંગ

ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચાર પર ૮૨૦ કરોડ ખર્ચ કર્યા હતા

લોકસભા ચૂંટણી ખર્ચ અંગે વિગતો આપવામાં આવી : કોંગ્રેસે ચૂંટણી પંચને ખર્ચની સોંપેલી વિગત : ભાજપે હજુ સુધી ખર્ચ સંદર્ભે વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી નથી

નવીદિલ્હી, તા. ૮ : ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે દેશમાં નોટબંધી કરવામાં આવ્યા બાદ મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સતત પ્રહારો કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, દેશમાં રોકડ સંકટ વધી ગયું છે. કેટલાક રાજકીય પક્ષ નોટબંધી બાદ કરવામાં આવેલા કઠોર નિર્ણયોને લઇને પણ આક્ષેપબાજી કરવામાં વ્યસ્ત રહ્યા છે. તેમનું કહેવું હતું કે, રાજકીય ફંડ એકત્રિત કરવાની બાબત મુશ્કેલરુપ બની રહી છે. આ તમામની વચ્ચે કોંગ્રેસે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ૮૨૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવેલા આ ચૂંટણી ખર્ચનો આંકડો અગાઉની ચૂંટણી વેળા કરવામાં આવેલા આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના આ ચૂંટણી ખર્ચનો આંકડો ૨૦૧૪માં ૫૧૬ કરોડ રૂપિયાનો રહ્યો હતો. કોંગ્રેસ પાર્ટી તરફથી જંગી ખર્ચ આ વખતે કરવામાં આવ્યો છે. આ રકમ આશરે બે ગણી થઇ રહી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ આ રાજ્યોમાં ચૂંટણી ખર્ચનો આંકડો પણ આમા જ સામેલ કર્યો છે.

                 ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ કરતા વધારે સીટો પર મેદાનમાં ઉતરીને ખર્ચનો આંકડો રજૂ કર્યો હતો. ૨૦૧૯ ચૂંટણીમાં કેટલો ખર્ચ કરાયો તેને લઇને ભાજપ તરફથી હજુ કોઇ આંકડો જારી કરવામાં આવ્યો નથી. ચૂંટણીના ગાળા દરમિયાન ખર્ચ કરવામાં આવેલા રૂપિયાની વિગત આપવામાં આવી નથી. કોંગ્રેસે ૩૧મી ઓક્ટોબરના દિવસે ચૂંટણી પંચને જે માહિતી સોંપી છે તે મુજબ પાર્ટીએ પોતાના કોર પ્રચાર માટે ૬૨૬.૩ કરોડ રૂપિયા અને આશરે ૧૯૩.૯ કરોડ રૂપિયાની રકમ ઉમેદવારો પર ખર્ચ કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી ચૂંટણી ખતમ થાય ત્યાં સુધી કુલ ૮૫૬ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી હતી. ચૂંટણીના ગાળા દરમિયાન મેમાં કોંગ્રેસની સોશિયલ મિડિયા હેડ દિવ્યા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમની પાસે કોઇપણ પ્રકારના પૈસા રહ્યા નથી. બીજી બાજુ આશરે ૪૭ કરોડ રૂપિયા પોસ્ટર અને ચૂંટણી સંબંધિત સામગ્રી પર ખર્ચ કરવામાં આવી હતી. ૮૬.૬ કરોડ રૂપિયા પોતાના સ્ટાર પ્રચારકોના યાત્રા ખર્ચ પર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે ૪૦ કરોડ છત્તીસગઢ અને ઓરિસ્સામાં તથા ઉત્તરપ્રદેશમાં ૩૬ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ૧૮ કરોડ, બંગાળમાં ૧૫ કરોડ અને કેરળમાં ૧૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષોએ પણ ખર્ચનો આંકડો રજૂ કર્યો છે જેમાં ટીએમસી દ્વારા ૮૩.૬ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ...

નવીદિલ્હી, તા. ૮ : ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને તેના ખર્ચની વિગતો રજૂ કરી દીધી છે. કોંગ્રેસે ૨૦૧૪માં ૫૧૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ વખતે ચૂંટણી પ્રચાર પર ૮૨૦ કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ખર્ચની વિગતો નીચે મુજબ છે.

કુલ ખર્ચ કરાયો................................... ૮૨૦ કરોડ

કોર પ્રચાર માટે ખર્ચ........................ ૬૨૬.૩ કરોડ

ઉમેદવારો પર ખર્ચ.......................... ૧૯૩.૯ કરોડ

ચેક દ્વારા ચુકવણી................................ ૫૭૩ કરોડ

કેસમાં ચુકવણી................................... ૯.૩૩ કરોડ

પબ્લિસીટી-જાહેરાતો પર ખર્ચ............... ૩૫૬ કરોડ

પોસ્ટર અને અન્ય સામગ્રી પર ખર્ચ........ ૪૭ કરોડ

સ્ટાર પ્રચારકોની યાત્રા પર ખર્ચ.......... ૮૬.૬ કરોડ

(7:31 pm IST)