Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જગનમોહન રેડ્ડીના પર બંગલા પર 15 કરોડથી વધુનો ખર્ચ કરવાનો ચંદ્રબાબુએ લાગવ્યો આરોપ

નાયડુએ કહ્યું આંધ્રપ્રદેશ 5 મહિના કુશાસનનાં કારણે આર્થિક તણાવમાં સળગી રહ્યું છે

નવી દિલ્હી : તેલુગુ દેશમ પાર્ટીના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ મુખ્ય પ્રધાન વાયએસઆર જગનમોહન રેડ્ડીનાં બંગલા પરના ખર્ચ માટે નિશાન સાધ્યું છે. ગુંટુરમાં નાયડુએ જગનમોહન પર બંગલા પર 15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નાયડુએ મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે રાજ્ય આર્થિક સંકટમાં છે અને જગનમોહન તેમના મહલનુમા ઘર પર કરોડોનો ખર્ચ કરી રહ્યા છે. નાયડુએ ચાર મહિના દરમિયાન સરકારના આદેશોને ટાંકીને કહ્યું કે મુખ્ય પ્રધાને તાડપલ્લીમાં તેમના મહલનુમાના મકાન પર રૂ .15.65 કરોડ ખર્ચ કર્યા છે.

નાયડુએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જ્યારે રોમ સળગી રહ્યું હતું કે ત્યારે નીરો વાંસળી વગાડી રહ્યો હતો. આંધ્રપ્રદેશ જ્યારે 5 મહિના કુશાસનનાં કારણે આર્થિક તણાવમાં સળગી રહ્યું છે અને બાંધકામનું કાર્ય કરવાવાળા કામદારો મરી રહ્યા છે ત્યારે આંધ્રનાં ના નીરો જગનમોહન રેડ્ડી તેમના મહેલમાંવીડિયો ગેમ રમવામાં વ્યસ્ત છે.

(12:00 am IST)