Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

પાકિસ્તાનમાં ડેંગ્યુએ હાહાકાર મચાવ્યો : બનાવ્યો નવો રેકોર્ડ: 44 હજારથી વધુ કેસ નોંધાયા : 66 લોકોનાં મોત

આઝાદી માર્ચમાં પણ ડેંગ્યુનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો: વિપક્ષે પણ આ મામલે સરકાર નિષ્ફળ રહ્યાંનો આરોપ લગાવ્યો

પાકિસ્તાનમાં આ વર્ષે ડેંગ્યુનાં મામલે નવો રેકોર્ડ રચાયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ડેંગ્યુનાં 44 હજારથી પણ વધું કેસ નોંધાયા છે. દેશનાં ઇતિહાસમાં આ બિમારીની ઝપેટમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા નથી. આ વર્ષે આ બિમારીનાં કારણે અત્યાર સુંધીમાં 66 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આ પહેલા પાકિસ્તાનમાં વર્ષ 2011માં 27હજાર લોકો ડેંગ્યુંનો ભોગ બન્યા હતાં. પરંતું તે વર્ષે આ બિમારીનાં કારણે આ વર્ષનાં પ્રમાણમાં વધુ લોકોનાં મોત થયા હતાં. વર્ષ2011માં 370 લોકોના ડેગ્યુંનાં કારણે મોત થયા હતાં.

                 ડોન ન્યુઝનાં રિપોર્ટ અનુસાર આ વર્ષે પાકિસ્તાનમાં ડેંગ્યનાં કુલ 44,415 દર્દીઓ નોંધાયા છે. આ બિમારીનો સૌથી વધુ ભોગ રાજધાની ઇસ્લામાબાદનાં લોકો બન્યા છે. ઇસ્લામાબાદમાં લગભગ 12,433 ડેંગ્યુનાં દર્દીઓ નોંધાયા છે. જો કે સૌથી વધુ 26 લોકોનાં મોત સિંધમાં થયા છે. આવી પરીસ્થિતિ હોવા છતા પણ નેશનલ ઇંસ્ટીસ્ટ્યુટ ઓફ હેલ્થનાં ચેરમેન રાણા સફદરે કહ્યું હતુ કે દુનિયાનાં અન્ય દેશોની તુલનાએ પાકિસ્તાન ડેંગ્યુંને નિયંત્રિત કરવામાં સારી રીતે સફળ રહ્યું છે.

                તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, અમેરિકાનાં એટલાન્ટામાં ડેંગ્યુ પર થયેલી એક બેઠકમાં કેટલાય દેશોએ આ બિમારી સામે મુકાબલો કરવાનાં પાકિસ્તાનનાં પ્રયાસોની પ્રસંશા કરી હતી તથા તેને દસ્તાવેજ સ્વરૂપે પ્રકાશિત કરવાનો આગ્રહ કર્યો હતો. પાકિસ્તાનમાં સરકાર સામે યોજાયેલી આઝાદી માર્ચમાં પણ ડેંગ્યુનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે પણ આ મામલે સરકાર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

(12:00 am IST)