Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રેફરેંડમ 20-20થી દૂર રહો : શીખ ફોર જસ્ટિઝ ગ્રુપે આર્મી ચીફ બિપિન રાવતને આપી ધમકી

રાવત વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમાં લીગલ રસ્તો પણ લઇ શકે છે.

નવી દિલ્હી :જનરલ બિપિન રાવતનાં પંજાબમાં માહોલ બગાડનારા નિવેદન પર ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ શિખ ફોર જસ્ટિસે મોટી ધમકી આપી છે. ખાલિસ્તાન સમર્થક રેડિકલ ગ્રુપ "સિખ ફોર જસ્ટિસ"એ જનરલ રાવતને રેફરેંડમ 20-20થી દૂર રહેવાની ભલામણ આપતા કહ્યું કે, જો રેફરેંડમ 20-20ને દબાવવાની કોશિશ કરવામાં આવી તો "સિખ ફોર જસ્ટિસ" બિપિન રાવત વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમાં લીગલ રસ્તો પણ લઇ શકે છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, પંજાબમાં ઉગ્રવાદે પુનર્જીવિત કરવા માટે "બહારનાં સંબંધો"નાં માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહેલ છે. જો જલ્દીથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખૂબ મોડું થઇ જશે.

(11:03 pm IST)