Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

પ્રકાશનું પર્વ દીપોત્વસ તેજોમય કરીને ઉન્નત કરે તેવી શુભેચ્છા

નવી દિલ્હી: પીએમ મોદીએ ગુજરાતીઓને નવા વર્ષ નિમિતે ગુજરાતીમાં ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. ગુરુવારે પીએમ મોદીએ ગુજરાતી તેમજ ઈંગ્લિશ એ બંને ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. પોતાના ટ્વીટમાં પીએે કહ્યું હતું કે, પ્રકાશનું પર્વ દીપોત્વસ તેજોમય કરીને ઉન્નત કરે તેવી શુભેચ્છા.

પીએમ મોદીએ એલકે અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિનની શુભેચ્છા આપી હતી. પોતાના ટ્વીટમાં પીએમે કહ્યું હતું કે, અડવાણીજીનું ભારતના વિકાસમાં અનન્ય પ્રદાન છે. તેમના મંત્રી તરીકેના કાર્યકાળમાં લોકોપયોગી અનેત નીતિઓ ઘડવામાં ભવિષ્યને ઉજ્જવળ બનાવનારા નિર્ણયો લેવાયા.

 

(3:42 pm IST)