Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનો વિરોધ : શાકભાજીના ફટાકડા બનાવી દેખાવો કર્યા

 

નવી દિલ્હી :દિવાળીના પર્વ પર ફટાકડા ફોડવા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકતા દિલ્હીના સદર બજારમાં વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ શાકભાજીના ફટાકડા બનાવી રસ્તા પર દેખાવો કર્યો હતો. વેપારીઓએ મરચા, કોબી, મુળો અને ભીંડાના ફટાક્ડા બનાવ્યા હતા. વેપારીઓનું કહેવુ છે કે, દિવાળી પર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો શુ ફટાકડા પાકિસ્તાનમાં જઈને ફોડવાના. સુપ્રીમ કોર્ટે દિવાળીના પર્વ પર ફટાકડા ફોડવા પર અમુક સમયગાળા દરમ્યાન પ્રતિબંધ લગાવ્યો છે. જેથી તેનો વિરોધ કરવામાં  આવી રહ્યો છે.

(12:00 am IST)