Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

જિદ્દી નરાધમ 3 વર્ષની બાળકીનાં મોઢામાં બૂલેટ બોમ્બ મૂકીને ફરાર : મોઢાનાં ચીથડા ઉડી ગયા

મેરઠનાં સરધના વિસ્તારમાં મિલક ગામમાં અરેરાટી

ઉત્તર પ્રદેશના મેરઠનાં સરધના વિસ્તારમાં મિલક ગામમાં એક જીદ્દી માણસે 3 વર્ષની બાળકીનાં મોઢામાં બૂલેટ બોંમ્બ રાખીને ફરાર તહ્યો હતો માસૂમ બળકીનાં મોઢાના ચીથડે ચીથડા ઉડી ગયા હતા.બલીકીને લોહીલૂહાણ સ્થિતિમાં જોઈ ગ્રામીણ લોકોએ ત્યાં આરોપીની શોધ કરી પરંતું આરોપી હાથ ન આવ્યો.

મિલક ગામનાં શશિપાલે જણાવ્યું કે તેની ત્રણ વર્ષની દીકરી ઘરમાં રમતી હતી. અને ઘરની બહાર બાળકો ફટાકડા ફોડતા હતા. બાળક પણ આ જોઈને ઘરની બહાર ચાલ્યું ગયું. આ દરમિયાન ગામનો એક શખ્સ ત્યાં આવ્યો અને તેણે માસૂમ બાળકીનાં મોઢામાં બુલેટ બોમ્બ રાખ્યો અને સળગાવી દીધો. બૉમ્બ ફુટવાની સાથે જ બાળકીનાં મોઢાના ચીથડે ચીથડા ઉડી ગયા.

બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. આરોપી તરત ફરાર થઈ ગયો હતો જોકે ગ્રામીણ લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપી તેમના હાથમાં આવ્યો નથી.
બાળકી આરુષિનાં પિતા શશીપાલ ત્યાં પહોંચ્યા અને બાળકીને સીટીની ઇશ્વર નર્સિંગ હોમમાં ભરતી કરાવી. બાળકીને લગભગ દર્જનથી પણ વધુ ટાકા આવ્યા છે.

(12:00 am IST)