Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

યુવતી સગીર હોય કે પુખ્ત હોય તો પણ શું તમે બળાત્કાર કરવા માટે હકદાર છો? : સગીર યુવતી પર બળાત્કારના આરોપીના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવ્યા

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેન્ચે આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે યુવતી સગીર હોય કે પુખ્ત હોય તો પણ શું તમે બળાત્કાર કરવા માટે હકદાર છો?

રાજસ્થાન હાઈકોર્ટના આદેશને પડકારતી એક ખાસ રજા અરજીની સુનાવણી વખતે નામદાર કોર્ટે આરોપીને ઉપરોક્ત સવાલ કર્યો હતો.
અરજદાર પર આરોપ છે કે તેણે એક સગીર છોકરી સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો છે જેની ઉંમર 16 વર્ષ છે. જોકે છોકરીના પિતાના જણાવ્યા મુજબ છોકરી 14 વર્ષની છે.

નામદાર કોર્ટે આરોપીના વકીલને પૂછ્યું હતું કે તમે દલીલ કરી રહ્યા છો કે છોકરી સંમતિ આપતી પાર્ટી હતી. શું તમે અમારી સામે દલીલ કરવા માંગો છો? તેની ઉંમર કેટલી હતી? શું તે સંમતિ આપવા સક્ષમ હતી?

જ્યારે કાઉન્સેલે વધુ દલીલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે CJI એ કહ્યું . દલીલ કરશો નહીં તો અમે ખર્ચ લાદીશું, તમે ચૂકવવા તૈયાર છો?"તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)