Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મમ્મીના બર્થ ડે પર આર્યનને જેલમાં લઇ ગયા : જામીન અરજી રદ્દ :ખાન પરિવારમાં નિરાશા

આર્યન ખાનની 3 અરજી રિજેક્ટ કરી દેવાઈ હવે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરાશે :જામીન ના મળે ત્યાં સુધી આર્થર જેલમાં રહેવું પડશે

મુંબઈ :  બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની જામીનની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. આજે આર્યનની માતા ગૌરી ખાનનો જન્મ દિવસ છે.

દર વર્ષે ખાન પરિવાર ગૌરીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે છે પરંતુ આજના દિવસે સમગ્ર ખાન પરિવારમાં નિરાશા છવાઇ ગઇ છે. કારણકે ખાન પરિવારના પુત્ર આર્યનની જામિનની અરજી રદ્દ કરી દેવામાં આવી છે. સૂત્રોના કહ્યાં અનુસાર ગૌરી ખાન આ વાતને લઇને ખુબ નિરાશ જોવા મળી રહી છે

આર્યન ખાનની 3 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી હતી. હવે સેશન્સ કોર્ટમાં ફરીથી અપ્લાય કરવામાં આવશે અને બાદમાં તેને જામીન મળવાની શક્યતાઓ છે.

આર્યન સાથે ઝડપાયેલા આરબાઝના વકીલે કહ્યું છે કે આવતીકાલે તે સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરશે. જો અરબાઝને જામીન મળી જશે તો આર્યનને પણ મળી જશે કારણકે બંને પર એકસરખા આરોપ લાગ્યા છે

આર્યન ખાનના વકીલ સતીષ માનશિંદેએ હજુ સુધી કોઇ નિવેદન આપ્યું નથી. આર્યન ખાનને પહેલા જ આર્થર રોડ જેલમાં લઇ જવામાં આવ્યો છે હવે તેણે જામીન ન મળે ત્યાં સુધી ત્યાં જ રહેવું પડશે. 

આ જેલમાં સંજય દત્તને પણ રાખવામાં આવ્યો હતો અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી કસાબને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યો હતો. આર્યન ખાન તેમજ અન્ય કથિત આરોપીઓને આર્થર રોડ જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. આર્થર રોડ જેલમાં આર્યને જેલના નિયમોનું પાલન કરવું પડશે

(6:58 pm IST)