Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ડ્રગ કેસમાં આર્યન ખાનને જેલના સળીયા પાછળ મોકલતી મુંબઇ કોર્ટ

શાહરૂખ ખાનનો આ નબીરો છેલ્લા ૭ દિવસના ઍનસીબીની કસ્ટડીમાં હતો

મુંબઇઃ શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની કિસ્મતનો નિર્ણય આજે મુંબઇના મેજીસ્ટ્રેટે કરી દીધો છે.

આર્યન ખાન છેલ્લા 7 દિવસથી NCBની કસ્ટડીમાં છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આર્યને મોટા ખુલાસા પણ કર્યા છે. જેનાથી NCB એક નિર્ણય સુધી પહોંચી હતી અને આજે તેને મુંબઇના મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેના કિસ્મતની સુનવણી થઇ ગઇ છે.

12.30 વાગે થઇ સુનવણી

12.30 વાગે આર્યન ખાન તેમજ અન્ય 8 આરોપીઓની જામિનની સુનવણી થઇ હતી જેમાં આર્યન ખાનને જામિન ન મળ્યા અને તેને આર્થર રોડ જેલ લઇ જવામાં આવ્યો છે. સાથે જ મહિલા આરોપીને બાયકુલા જેલમાં ખસેડવામાં આવી છે. થોડા દિવસ પહેલા શાહરુખ અને ગૌરી જેલમાં આર્યનને મળવા પહોંચી ગયા હતા.

પિતાને જોઈ આર્યન ખાન લાગણીશીલ થયો

એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં છે. મહત્વનું છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત કરવામાં આવી રહેલી પૂછપરછ બાદ આર્યન ખાન વધુ લાગણીશીલ થઇ ગયો છે. એટલું જ નહીં, એવા અહેવાલ પણ સામે આવી રહ્યાં છે કે આર્યન ખાનને તેના પિતા સાથે મળવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ જ્યારે શાહરૂખ ખાન પોતાના પુત્રને જેલમાં મળવા પહોંચ્યા તો આર્યન ખાન તેના પિતાને જોઈને ખૂબ લાગણીશીલ થયો અને રડવા લાગ્યો.

માતા ગૌરી ખાન પુત્ર માટે બર્ગર લઇને પહોંચી હતી

અહેવાલ મુજબ, આર્યન ખાનની માતા ગૌરી ખાન આર્યન માટે બર્ગર લઇને પહોંચી હતી. પરંતુ જેલમાં બહારનું ભોજન કરવુ ગેરકાયદેસર હોય છે, જેથી ગૌરી ખાન પોતાના પુત્રને બર્ગર ખવડાઈ શકી નહોતી. જાણકારી મુજબ, શાહરૂખ ખાન એનસીબી પાસેથી મંજૂરી લઇને પોતાના પુત્ર આર્યન ખાનને મળવા ગયા હતા.

નવાબ મલિકે આર્યન ખાન કેસમાં બીજેપી કનેકશનના આરોપ લગાવ્યો  

મલિકે બુધવારે મહારાષ્ટ્ર એનસીપી કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મનીષ ભાનુસાલી 21 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સાથે હતા. 22 સપ્ટેમ્બરના રોજ તેઓ ગાંધીનગરમાં ભાજપના મંત્રી સાથે હતા. તેમણે ભાનુશાળીની સોશિયલ મીડિયા પ્રોફાઇલના આધારે આરોપ લગાવ્યો કે તેઓ પોતાને ભાજપના ઉપાધ્યક્ષ તરીકે વર્ણવે છે.આ સાથે મલિકે ગોસાવી વિશે કહ્યું કે તે ખૂબ જ મોટી છેતરપિંડી કરનાર વ્યક્તિ છે. તે પોતાની જાતને એક ખાનગી જાસૂસ તરીકે વર્ણવે છે. જ્યારે તેની સામે પુણેમાં બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો છે.

(5:39 pm IST)