Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગંગાજળ ભરેલા ૨૧ કળશ છાતી પર રાખીને કરે છે માતાની પૂજા

દુર્ગામાતાનો અનોખો ભકત : ૨૫ વર્ષથી આવી જ રીતે કરે છે અનુષ્ઠાન

પટણા તા. ૮ : શારદીય નવરાત્રી ગુરૂવારથી શરૂ થઇ ગઇ છે. જે રીતે ભગવાનના ભકતો અલગ અલગ પ્રકારના હોય છે તેવી જ રીતે ભગવાનના ભકતો અલગ અલગ પ્રકારના હોય છે તેવી જ રીતે તેમની ભકિતની પધ્ધતિ પણ અલગ અલગ હોય છે. નવરાત્રીમાં લોકો અલગ અલગ રીતે અનુષ્ઠાન કરતા હોય છે. કેટલાક ઘરોમાં કળશની સ્થાપના કરે છે તો કેટલાક લોકો નવે નવ દિવસ ઉપવાસ કરે છે તો કેટલાક લોકો એકમ અને આઠમના ઉપવાસ કરે છે.

પટણાના એક મંદિરના પુજારી અનોખુ અનુષ્ઠાન કરી રહ્યા છે. મંદિરના પુજારી નાગેશ્વર બાબાએ પોતાની છાતી પર ગંગાજળ ભરેલા ૨૧ કળશની સ્થાપના કરી છે અને તેઓ છેલ્લા ૨૫ વર્ષથી આ અનુષ્ઠાન કરી રહ્યા છે.

પટણામાં નવા સચિવાલય પાસે આવેલ દુર્ગા મંદિરના પૂજારી નાગેશ્વર બાબાએ પોતાની છાતી પર ગંગાજળ ભરેલા ૨૧ કળશ રાખીને માતા દુર્ગાની પૂજા શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, હું આ કળશને ૯ દિવસ સુધી સંપૂર્ણ ઉપવાસ રાખીને મારી છાતી પર રાખી મૂકીશ. હું છેલ્લા ૨૫ વર્ષથી દર નવરાત્રીએ આવી રીતે અનુષ્ઠાન કરૃં છું.

(10:00 am IST)