Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જાપાનની રાજધાની ટોક્યો 6.1ના ભૂકંપથી હચમચી ઉઠ્યું : ભયાનક ભૂકંપને કારણો કોઈ મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

જાપાનની રાજધાની ટોક્યો 6.1ના ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. અચાનક આવેલ ભયાનક ભૂકંપને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભયાનક ભૂકંપને કારણો કોઈ મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 4 ઓગસ્ટ 2021ના રોજના ટોક્યોના તટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપના ઝટકા છાશવારે અનુભવાતા રહે છે, માટે અહીંના મકાનોની ડિઝાઈન જ એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે કે, મોટાપાયે કોઈ હોનારત ન સર્જાય

(12:00 am IST)