Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઇન્વેસ્કોને આંચકો : NCLAT એ કહ્યું-ZEEL ને પર્યાત સમય આપ્યો નથી જે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ

ઇન્વેસ્કો ઇચ્છે છે કે બોર્ડ જલદી EGM બોલાવે અને તેના પ્રસ્તાવિત નામોને સામેલ કરવામાં આવે

મુંબઈ :  ઝી એન્ટરટેનમેન્ટ પર ગેરકાનૂની રીતે ટેક ઓવરનો પ્લાન કરી રહેલા ઇન્વેસ્કોને આંચકો લાગ્યો છે. NCLAT એ 7 ઓક્ટોબરના રોજ ZEEL ની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે જવાબ દાખલ કરવા માટે NCLT એ ZEEL ને પર્યાત સમય આપ્યો નથી. આમ કરવું પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ છે. એટલા માટે ઝી એન્ટરટેનમેન્ટને પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપવો જોઇએ

ZEEL ને બુધવારે NCLAT માં ઇન્વેસ્કોને નોટિસ વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. ઝીએ ગ્લોબલ ચાઇના ફંડ LLC અને ઇન્વેસ્કોની નોટીસને ગેરકાયદેસર ગણાવતાં બોમ્બે હાઇકોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

NCLAT એ ગુરૂવારે સુનાવણી કરતાં કહ્યું કે NCLAT એ ZEEL ને પર્યાપ્ત સમય આપ્યો નથી. ઝીને પોતાનો જવાબ દાખલ કરવા માટે પર્યાપ્ત સમય મળવો જોઇએ. NCLAT એ ZEEL ના ઓર્ડર વિરૂદ્ધ એક અરજી NCLAT માં દાખલ કરી છે. Zee Entertainment ની EGM ને લઇને સતત ચર્ચા થઇ રહી છે. કંપનીનું કહેવું છે કે આ બોર્ડ નક્કી કરશે કે EGM ક્યારે બોલાવવી જોઇએ. બોર્ડ નક્કી સમય પર જ EGM બોલાવશે. તો બીજી તરફ ઇન્વેસ્કો ઇચ્છે છે કે બોર્ડ જલદી EGM બોલાવે અને તેના પ્રસ્તાવિત નામોને સામેલ કરવામાં આવે. કંપની કાયદા મુજબ શેરહોલ્ડર્સ તરફથી માંગ મળ્યાના 21 દિવસની અંદર કંપનીને EGM બોલાવવી પડે છે. 

હાલ NCLAT એ ઝી એન્ટરટેનમેન્ટના પક્ષને મજબૂત માન્યો છે. NCLAT ના નિર્ણય બાદ ઝી એન્ટરટેનમેન્ટના પ્રવક્તાએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે 'નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યૂનલ (NCLAT) નો આજનો નિર્ણય, ભારતીય ન્યાય પ્રણાલીમાં અમારો પૂર્ણ વિશ્વાસને યોગ્ય ગણાવે છે. કાનૂનની નિયત પ્રક્રિયા તમામને પક્ષ રાખવાની તક આપે છે. એનસીએલએટીએ અમારી અરજી પર સંજ્ઞાન લીધું છે અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોને મજબૂત કર્યા છે. જેથી અમને સાંભળવાનો યોગ્ય સમય મળ્યો છે. કંપની પોતાના તમામ શેરધારકોને સર્વોત્તમ હિતમાં અને લાગૂ કાનૂનના અનુસાર તમામ જરૂર પગલાં ભરવાનું ચાલુ રાખશે.'

ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ બુધવારે ઝી ન્યૂઝના શો DNA ને મોટો ઇન્ટરવ્યું આપ્યો હતો, જેમાં તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે કેટલીક વિદેશી કંપની ZEE TV પર કબજો કરવાની મંશાથી કાવતરું કરી રહી છે. એવું ન થવા દો. તેના પર દેશમાંથી મોટો સપોર્ટ ZEE Entertainment ને મળ્યો છે. ટ્વિટર પર સતત આ ચર્ચા થઇ રહી છે કે #DeshKaZee વિદેશીઓના હાથ ન જવા દેવી જોઇએ

(12:00 am IST)