Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ભારતીય શખ્સ અબૂધાબી એરપોર્ટ પર ઉતર્યોઃ પાસપોર્ટ મુજબ ઉંમર ૧ર૩ વર્ષ

અબૂધાબી (યુએઇ) એરપોર્ટ પર વારાણસી નિવાસી સ્વામી શિવાનંદના પાસપોર્ટની તપાસ કરી રહેલ ઇમીગ્રેશન અધિકારીઓએ જોયું કે એમની જન્મી તારીખ ૮ ઓગસ્ટ ૧૮૯૬ છે.

        રીપોર્ટ પ્રમાણે ભારતીય પાસપોર્ટ અધિકારીઓએ મંદિરના રજીસ્ટરમાંથી જન્મ તારીખની પુષ્ટિ કરી હતી. શિવાનંદ દ્વારા જન્મ સંબંધી દસ્તાવેજોની તપાસ માટે ગિનીશ વર્લ્ડ રેકોર્ડમા પણ આવેદનની ખબર છે.૧૧૬ વર્ષીય કેન તનાકા સૌથી મોટા ઉમરલાયક શખ્સ છે માર્ચ ર૦૧૯ માં ગિનીશએ આની પુષ્ટિ કરી હતી.

(9:57 pm IST)