Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

HDILના માલિકો પાસેથી પ્રાઇવેટ જેટ, ૧૫ કાર કબજે

દરોડાનો દોર યથાવતરીતે જારી રહ્યો : સારંગ ૨.૫ એકર ક્ષેત્રમાં ફેલાયેલા ૨૨ રૂમોના બંગલામાં રહેતા હતા : ભવ્ય બંગલા પર પાર્ટીઓ થતી હતી : રિપોર્ટ

મુંબઈ,તા.૮ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બેંક કૌભાંડના મામલામાં મહારાષ્ટ્રના અલિબાગ વિસ્તારના પોશ બંગલા ઉપર ફરીવાર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ એચડીઆઈએલના નિર્દેશક સારંગ ઉર્ફે સની વાધવાન સાથે સંબંધિત એક અને પ્રાઇવેટ એરક્રાફ્ટની સંપત્તિ જપ્ત કરી લીધી છે. અધિકારીઓના કહેવા મુજબ ૨૨ રુમના આ બંગલામાં એચડીઆઈએલના વાધવાન રહેતા હતા. દરોડા બાદ એજન્સીએ ૨૨ રુમના આ બંગલાને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મામલામાં તપાસના સંદર્ભમાં એજન્સીએ ૬૦ કરોડ રૂપિયાના દાગીના, એક બિઝનેસ જેટ, ૧૫ કાર, દોઢ કરોડ રૂપિયાની રોકડ રકમ અને અન્ય ચીજો જપ્ત કરી લીધી છે. અલિબાગ સ્થિત બંગલામાં સારંગ સામાન્યરીતે બોલીવુડના મિત્રોની સાથે અહીં પહોંચતા હતા. બંગલામાં ત્રણ સેડાન સહિત એક ઓડી, ત્રણ મોટરબાઇક, એક સ્પીડ બોટ, બે ગોલ્ફ કાર્ટની સુવિધા રહેલી છે. બંગલામાં સારંગના ફોટાઓ પણ લાગેલા છે જેમાં તે ફિલ્મી હસ્તીઓ સાથે નજરે પડે છે. સારંગને ફાલ્કન નામના બીજા વિમાન અંગે પણ માહિતી હતી.

             આ પહેલા સારંગે નવ સીટવાળા બોમ્બાર્ડિયર ચેલેન્જર ૩૦૦૦ નામનું વિમાન તપાસ સંસ્થા દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું હતું. સારંગના બંગલાની વાત કરવામાં આવે તો આશરે ૨.૫ એકર જમીનમાં ફેલાયેલું છે જેમાં ૨૨ રૂમ છે. બંગલામાં સ્પોર્ટ્સ બાઈક ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની સુવિધાઓ રહેલી છે. બંગલાની નજીક એક સ્પીડ બોટ પણ જોઈ શકાય છે. વાધવાને આ જગ્યા પર ઘાટનું નિર્માણ કરાવ્યું હતું. નિર્માણ કાર્યમાં ગેરકાયદે કઇ ચીજો રહેલી છે તેમાં તપાસ થઇ રહી છે. બલ્લાડ એસ્ટેટ સ્થિત તપાસ સંસ્થાની ઓફિસમાં સારંગના પત્નિ અનુ અને તેમની માતાને બોલાવવામાં આવી છે જ્યાં તેમના નિવેદનો નોંધવામાં આવી ચુક્યા છે. સની અને તેમના પત્નિ અનુની ચર્ચા બી ડાઉનમાં હાઈપ્રોફાઇલ લાઇફસ્ટાઇલના કારણે રહેતી હતી. સેલિબ્રિટી મેગેઝિનમાં બંનેના પાવરફુલ દંપત્તિ હોવાના ફોટાઓ વારંવાર પ્રકાશિત થતાં હતા. સામાન્યરીતે ગ્લેમરસ દંપત્તિ તરીકે પણ તેમના ફોટાઓ પ્રકાશિત થતાં હતા. આ કંપનીમાં સારન અને તેમના પિતા રાકેશ ડિરેક્ટર તરીકે હતા. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો પહેલા આ વિમાનની ચકાસણી માટે સંબંધિત વિભાગને માહિતી આપવામાં આવી હતી. સનીનોવધારે રસ અશ્વને લઇને રહેલો હતો. સામાન્યરીતે તે મહાલક્ષ્મી રેસક્રોસ પર નજરેપડતા હતા. ગયા સપ્તાહમા ંજ ૬૦ કરોડ રૂપિયાની જ્વેલરી સહિત ડાયમંડની અંગૂઠી જપ્ત કરાઈ હતી.

(7:59 pm IST)