Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અહિં આજે પણ સૂર્યવંશી પરંપરાઃ અશ્વોનું થાય છે ભાવપૂર્વક પૂજન

મેવાડના રાજ પરિવારોમાં આજે પણ સૂર્યવંશી પરંપરા છે. આ અંતર્ગત ગઇરાત્રે નવમા નોરતે મેવાડના રાજ પરિવારના સભ્ય અરવિંદસિંહ મેવાડે 'અશ્વપૂજન' કર્યુ હતું. તેમણે આ પૂજન શરણાઇની ધુનો વચ્ચે  પંડિતોના મંત્રોચ્ચાર સાથે શંભુ નિવાસ પ્રાંગણમાં કર્યુ હતું. મેવાડે પૂજામાં અશ્વ પર અક્ષત, પુષ્પ વગેરે ચડાવીને આરતી કરી હતી. પૂજન સાથે અશ્વોને ભેટમાં આહાર અને વસ્ત્રોથી ધારણ કરાયા હતાં. આ ઉત્સવ પર અશ્વોને પારંપરિક રીતે નખશિખ આભુષણ, કંઠી, મૂખભૂષણ, લગામ, ચવર વગેરેથી શ્રૃંગારિત કરી પૂજનમાં લવાય છે.

(11:37 am IST)