Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

છેલ્લા ૬ દિ'માં રોકાણકારોના ૬ લાખ કરોડ ડૂબ્યા

૬ દિવસમાં સેન્સેકસમાં ૧૪પ૦ પોઇન્ટનું ગાબડુ

મુંબઇ તા. ૮ :.. શેરબજારમાં સોમવારે સતત છઠ્ઠા દિવસે પણ વેચવાલી ચાલુ રહી હતી. બજારમાં મંદી ચાલુ છે અને છેલ્લા છ દિવસોમાં રોકાણકારોના લગભગ છ લાખ કરોડ ધોવાઇ ગયા છે.

શેરબજારમાં ગઇકાલે વધ-ઘટ ભર્યા કારોબાર વચ્ચે બીએસઇ સેન્સેકસ ૧૪૧ પોઇન્ટ ઘટીને બંધ થયો હતો. આઇટી, બેંકીંગ, દવા અને રોજીંદી ચીજો ઉત્પાદન કરતી કંપનીઓના શેરોમાં નફો બુક કરવાના કારણે બજાર પર દબાણ રહ્યું હતું. વધઘટ વચ્ચે સેકન્સેકસ ૧૪૧ પોઇન્ટ એટલે કે ૦.૩૮ ટકા ઘટીને ૩૭પ૩ર પોઇન્ટ પર બંધ થયો હતો. દિવસ દરમ્યાન તે ૩૭૪૮૦ થી ૩૭૯૧૯ વચ્ચે અથડાતો રહ્યો હતો.

આ જ રીતે એનએસઇ નીફટી ૪૮ પોઇન્ટ એટલે કે ૦.૪૩ ટકા ઘટીને ૧૧૧ર૬ પર બંધ થયો હતો. જીયોજીત ફાઇનાન્સીયલ સર્વિસીસના પ્રમુખ વિનોદ નાયરે કહયું કે રોકાણકારોને બીજા ત્રિમાસીકના આંકડાના પણ જીડીપીના આંકડા નીચા આવવાની આશંકા છે એટલે બજારમાં કારોબાર સિમીત દાયરામાં ચાલી રહ્યો છે.

ઘટતી માંગના કારણે વાહન, બેંક અને રીયાલીટી ક્ષેત્ર પહેલાથી જ મંદીમાં ચાલી રહ્યા છે. જો કે, ચોમાસુ સારૃં રહેવાથી અને કોર્પોરેટર કરમાં ઘટાડાનો લાભ મળવાના કારણે કેટલીક બ્લૂચીપ કંપનીઓના શેરમાં લેવાલી દોર ચાલુ છે. સેન્સેકસમાં સામેલ ઓએનજીસી, આઇટીસી, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટીસીએસ, સન ફાર્મા, એનટીપીસી, ઇન્ડસ ઇંડ બેંક અને ટેક મહિન્દ્રાના શેરમાં ર.૯૭ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

(11:36 am IST)