Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અમેરિકી સાંસદોની પેનલે કરી ભલામણ

સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી પ્રતિબંધો હટાવેઃ ઈન્ટરનેટ પ્રતિબંધથી લોકોના જીવન પર માઠી અસર

નવી દિલ્હી, તા. ૮ :. જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર અમેરિકી કોંગ્રેસ પેનલની ૨૨મી ઓકટોબરે થનારી સુનાવણી પહેલા હાઉસ ફોરેન અફેર્સ કમિટીએ કહ્યુ છે કે કાશ્મીરમાં કર્ફયુની વિનાશકારી અસર પડી છે અને ભારતે હવે આ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ.

ગઈકાલે એક ટ્વીટમાં કમિટીએ કહ્યુ છે કે કાશ્મીરમાં કોમ્યુનિકેશન ઓલઆઉટની અસર લોકોના રોજબરોજના જીવન અને કલ્યાણ પર વિનાશકારી અસર પડી છે. ભારતે આ પ્રતિબંધોને હટાવવા અને કાશ્મીરીઓને બીજા ભારતીય નાગરિક જેવા અધિકાર આપી દેવા જોઈએ.

અમેરિકી સાંસદ અને હાઉસ સબ કમિટી ઓન એશિયાના ચેરમેન બ્રેડ શેરમેને જણાવ્યુ છે કે ૨૨મીએ સવારે ૧૦ વાગ્યે સબ કમિટી દક્ષિણ એશીયામાં માનવાધિકાર મામલે સુનાવણી કરશે.

(10:04 am IST)