Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

સરકાર ૫૪૦૦૦ કરોડ જમા કરશે

દિવાળી પહેલા EPFO પોતાના ૬ કરોડથી વધુ ખાતેદારોના ખાતામાં ૮.૬૫%ના દરે વ્યાજ આપશે

નવી દિલ્હી, તા.૮: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના છ કરોડથી વધારે ખાતાધારકોને દિવાળીની ભેટ આપશે. EPFO પોતાના બધાજ સબ્સક્રાઇબર્સને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે એમ્પ્લોય પ્રોવિડંટ ફંડ (EFP) ઉપર ૮.૬૫ ટકા દરથી વ્યાજ આપશે. આ વ્યાજ EPFOના ૬ કરોડ ખાતા ધારકોના ખાતામાં જમા કરવામાં આવશે. હવે તમે પણ તમારા ખાતામાં રહેલા પૈસાને ચેક કરજો. ઉલ્લેખનીય છે કે, EPFO પાસ બુક ચેક કરવા કે ખાતામાં રહેલા બેલેન્સની જાણકારી માટે તમે મિસ કોલ સર્વિસનો ઉપયોગ પણ કરી શકો છે. આ ઉપરાંત ઓનલાઇન  કે એસએમએસથી  પણ પીએફ બેલેન્સ જાણી શકાય છે.

હજી સુધી EPFO ૨૦૧૭-૧૮ના મંજૂર વ્યાજદર ૮.૫૫ ટકાના હિસાબથી EPF કિલયરન્સ કરી રહ્યું હતું. શ્રમ મંત્રાલયે ૨૦૧૮-૧૯ માટે EPF ઉપર ૮.૬૫ ટકાના વ્યાજદરને સૂચિત કરી દીધું છે. જે ૨૦૧૭-૧૮ના તુલનામાં ૦.૧૯ ટકા વધારે છે. શ્રમ મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણય પછી છ કરોડ ખાતાધારકોના ખાતામાં ૨૦૧૮-૧૯ માટે ૮.૬૫ ટકાના વ્યાજદરના હિસાબથી ૫૪,૦૦૦ કરોડ રૂપિયા જમા કરાવશે.

આવી રીતે ચેક કરો પોતાની EPFO પાસબુક

૧- એપ દ્વારા કરી શકો છો બેલેન્સ ચેક

પોતાના PF બેલેન્સની જાણ EPFOના એપ દ્વારા કરી શકાય છે. એના માટે સૌથી પહેલા મેમ્બર ઉપર કિલક કરવાનું રહેશે. ત્યારબાદ UAN નંબર અને પાસવર્ડ નાંખવાનો રહેશે. ત્યારબાદ તમને તમારા ખાતાની જાણકારી મળશે.

૨- પોતાના ફોન નંબરથી મિસ્ડ કોલ કરીને જાણો બેલેન્સ

મિસ્ડ કોલ દ્વારા પોતાના પીએફ બેલેન્સ ખુબજ સરળતાથી જાણી શકાશે. સૌથી પહેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૬ ઉપર મિસ્ડ કોલ કરવાના રહેશે. ત્યારબાદ મેસેજ થકી જાણી શકાશે કે તમારા એકાઉન્ટમાં કેટલું પીએફ બેલેન્સ છે.

(10:05 am IST)