Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શોપીંગથી દૂર ભાગતા પુરૂષો માટે અવનવા ફંડા યાદ રાખવાથી તેઓ શોપીંગ કરવાની ના નહીં પાડે

સામાન્ય રીતે પુરુષો શોપિંગના નામથી ખૂબ જ દૂર ભાગતાં હોય છે. તમારી સાથે શોપિંગ પર ન આવવું પડે તે માટે પતિ અથવા બોયફ્રેન્ડ અટપટાં બહાના પણ બનાવતાં હોય છે. જોકે, તમે તમારા પતિદેવ અથવા બોયફ્રેન્ડ સાથે શોપિંગના અનુભવને યાદગાર બનાવી શકો છો. બસ તમારે નીચે બતાવેલા કેટલાક ફંડાને યાદ રાખવા પડશે. જેથી તેઓ શોપિંગ કરવાની ક્યારેય ના નહિ પાડી શકે.

પ્લાન બનાવીને જાઓ

શોપિંગથી પુરુષો દૂર ભાગે છે તેનું સૌથી મોટું એક કારણ છે કે તેમને કારણ વગર જ એક સ્ટોરથી બીજા સ્ટોર પર ભટકવું પડે છે. આથી તમે એ વાતનું ધ્યાન રાખો કે તમે તમારી ગર્લ ગેંગ સાથે નથી નીકળાં. તમારી સાથે એક પુરુષ છે. જેને આ બધું નથી ગમતું. આથી પહેલા એ નક્કી કરીને જાઓ કે તમારે શું ખરીદવું છે અને તેની પર જ ધ્યાન રાખો.

માત્ર પોતાના માટે જ શોપિંગ ન કરો

પોતાના માટે શોપિંગ કરવા ઉપરાંત પાર્ટનર માટે પણ સામાન ખરીદો અને તેમને પણ શોપિંગમાં રસ લેતાં કરો. આ માટે તમે પહેલા તેને પૂછી લો કે તેને કઈ વસ્તુની જરુર છે.

મસ્તી પણ કરો

ક્યાંક એવું ન થાય કે તમે ખરીદી કરતાં કરતાં થાકી જાઓ અને આ દરમિયાન તમારા પાર્ટનરને કંટાળો આવે. સમય સમય પર નાના બ્રેક લેતા રહો જેથી શોપિંગ માટે બન્ને વચ્ચે એક્સાઈટમેન્ટ જળવાઈ રહે.

સેક્સી હોવી જોઈએ શોપિંગ

શોપિંગમાં ખાસ સમય લોન્જરી માટે પણ ફાળવો. જો તમે લોન્જરી ખરીદવા ઈચ્છો છો તો તમારા પતિને પણ લઈ જાઓ. તેમની સલાહ લો. આ કામમાં તેઓ જરાપણ કંટાળો નહિ અનુભવે. જોકે, આ ઉપરાંત ત્યાં અન્ય કોઈ હરકત ન કરો. કારણકે આ માટે તો ઘર છે જ.

(6:15 pm IST)