Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

તુલસીના પાન વજન ઘટાડવા માટે ખૂબ જ સારી ઔષધીઃ દરરોજ પાંદડા ચાવવાથી પાચનતંત્ર સુધરશે

પવિત્ર ગણાતો છોડ તુલસી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક છે. આયુર્વેદમાં તુલસીને ઔષધ ગણવામાં આવી છે. તેને શાહી ઔષધ પણ કહેવામાં આવે છે. શરીરના ઘા રૂઝાવવાથી માંડીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને ખીલ વગેરે દૂર કરવા માટે પણ તુલસી ખૂબ જ ફાયદાકારક છે.

વજન ઘટાડવા માટેઃ

તુલસી વજન ઘટાડવા માટે એક ખૂબ જ સારી ઔષધ છે. તેમાં કેલરી ઘણી ઓછી હોય છે અને પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન સી જેવા અનેક પોષકતત્વો હોય છે. તુલસીની ચા પીવાથી અને ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી તમે હંમેશા ફિટ અને હેલ્ધી રહેશો. જાણો ઔષધોની રાણી તુલસી તમને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરશે.

મેટાબોલિઝમ સુધારે છેઃ

રોજ તુલસી ચાવીને ખાવાથી તમારુ પાચનતંત્ર સુધરશે. આ કારણે શરીરમાં કેલરી વધુ ઝડપથી બળવા માંડશે. તે ખોરાકને એનર્જીમાં કન્વર્ટ કરી દે છે જેને કારણે શરીર પોષકતત્વો વધુ સારી રીતે શોષી શકે છે.

શરીરમાંથી વિષતત્વો દૂર કરેઃ

તુલસીના પાન ચાવીને ખાવાથી કે તુલસી વાળી ચા પીવાથી શરીરના ઝેરી તત્વો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આથી શરીર સ્વસ્થ રહે છે અને વજન ફટાફટ ઉતરવા માંડે છે.

પાચનતંત્રઃ

નિયમિતરૂપે તુલસીની ચા પીવાથી શરીરમાં સારા બેક્ટેરિયા જળવાઈ રહે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. પાચનતંત્ર સુધરતા વજન ઘટવાની પ્રક્રિયા પણ ઝડપી બને છે.

શરીરની ક્ષમતા વધારે છેઃ

તુલસી શરીરની તાકાત અને ટકી રહેવાની ક્ષમતા વધારે છે. તમે કસરત પહેલા તુલસીની ચા પીશો તો વધારે કેલેરીઝ બર્ન થશે અને પેટ પર જામેલા ચરબીના થર ઝડપથી ઘટવા માંડશે.

હોર્મોન્સ સંતુલિત કરેઃ

આયુર્વેદ મુજબ તુલસી સ્વાસ્થ્ય માટે સારી છે અને તેના અનેક ઔષધીય ગુણો છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જેને કારણે તે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ કરે છે. ઉલ્લેખનીય છે કે હોર્મોન્સનું બેલેન્સ ખોરવાતા વજન વધી જાય છે. આથી આ દૃષ્ટિએ પણ તુલસી વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

વજન ઘટાડવા તુલસીનો ઉપયોગઃ

તુલસીના પાનને વ્યવસ્થિત ધોઈને ચાવી જાવ. અથવા તો તેમને પાણીમાં ઉકાળીને એ પાણી રોજ સવારે ખાલી પેટે પી જાવ. તમે તેમાં ફૂદીનો અને લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રોજ પીવાથી તમારુ વજન ઘટવા માંડશે અને ફેટ બર્ન થઈ જશે.

(6:12 pm IST)