Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

વાજપેયી સરકાર ધરાશાયી કરનારી

AIADMK હવે ભાજપ સાથે જોડાણ કરવાની તૈયારીમાં

તમિલનાડુના મુખ્‍યમંત્રી પલાનીસ્‍વામી આજે દિલ્‍હીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને મળ્‍યા : મુલાકાતને લઇ રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ ભારે જોર પકડયું છે

નવી દિલ્‍હી તા. ૮ : કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી શત્રુ નથી હોતો કે કાયમી મિત્ર પણ નથી હોતો. બરાબર આ જ બાબત તમિળનાડુની એઆઈએડીએમકે અને ભારતીય જનતા પાર્ટીના કેસમાં લાગુ પડી રહી છે. તમિળનાડુના મુખ્‍યમંત્રી એદપલ્લી કે પલાનીસ્‍વામી આજે દિલ્‍હીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને મળ્‍યાં હતાં. જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ ભારે જોર પકડ્‍યું છે.

પીએમ મોદી સાથે મુલાકાત બાદ પલાનીસ્‍વામીએ પણ ચર્ચાઓને હવા આપતા કહ્યું છે કે, જોડાણ માટે તેઓ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ વિચાર કરશે.

જોકે તમિળનાડુમાં મુખ્‍યમંત્રીએ આ મુલાકાતને ઔપચારીક ગણાવી હતી. પલાનિસ્‍વામીએએ કહ્યું હતું કે, તેમણે તમિળનાડુના અનેક મુદ્દાઓ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સમક્ષ ઉઠાવ્‍યા છે. આથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, પૂર્વ મુખ્‍યમંત્રી જે જયલલિતા (અમ્‍મા) તથા અરઈનાર અન્ના (સીએન અન્નાદુરાઈ)ને ‘ભારત રત્‍ન' આપવાની પણ માંગણી કર ઈ છે. સાથે જ ચેન્નઈ રેલવે સ્‍ટેશનનું નામ AIADMKના સંસ્‍થાપક એમજી રામચંદ્રનના નામે રાખવાની પણ માંગણી કરવામાં આવી છે.

દક્ષિણમાં એઆઈએડીએમકે અને ભાજપ સાથે તાલમેલને લઈને કરવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું હતું કે, ગઠબંધન વિષે તારીખોની જાહેરાત બાદ વિચાર કરવામાં આવશે.

પલાનીસ્‍વામીના ગઠબંધનના સંકેત માત્રથી જ દક્ષિણ ભારથી લઈ દિલ્‍હી સુધી રાજકીય ભૂકંપ સર્જાયો છે. કારણ કે ભાજપ દક્ષિણ ભારતમાં પોતાનો પગપેસારો કરવાની શોધમાં હતી જ. તેમાંય તમિળનાડુ તો દક્ષિણ ભારતના રાજકારણનું કેન્‍દ્ર બિંદુ છે. કર્ણાટક બાદ ભાજપની નજર તમિળનાડુ પર હતી જ. તે એક તક શોધી રહી છે. જેના સહારે તે દક્ષિણની રાજનીતિમાં કમલ ખિલવી શકે. તો બીજી બાજુ એઆઈએડીએમકેને પણ કોઈ મજબુત સાથીની જરૂર છે.

જયારે આજે ભાજપ ૨૭૨થી પણ વધારે બેઠકો ધરાવે છે અને એકલાહાથે સત્તાના સિંહાને બિરાજે છે. તો બીજી બાજુ જયલલિતાની ગેરહાજરીમાં તમિળનાડુમાં ખ્‍ત્‍ખ્‍ઝપ્‍ધ્‍ નબળી પડી છે. જે હવે બચવા માટે ભાજપનો સહારો શોધી રહી છે.

 

(4:47 pm IST)