Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પરપ્રાંતિયો પર હુમલાઃ સંજય નિરુપમે કહ્યુ, પીએમ ભૂલે નહીં કે તેમણે વારાણસી જવાનું છે!

પીએમ મોદીએ એ વાત ભૂલવી ન જોઈએ કે વારાણસીના લોકોએ તેમને ગળે લગાડીને પીએમ બનાવ્‍યા હતા

નવી દિલ્‍હી, તા.૮: ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના બનાવો પર ધીમેધીમે રાજકારણ ગરમ થઈ રહ્યું છે. પીએમ મોદીના હોમટાઉન ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર થયેલા હુમલાઓ અંગે કોંગ્રેસના નેતા સંજય નિરુપમે કહ્યું છે કે, પીએમ મોદીએ એ ભૂલવું ન જોઈએ કે કાલે ઉઠીને તેમણે વોટ માંગવા માટે વારાણસી જ જવાનું છે. નોંધનીય છે કે નરેન્‍દ્ર મોદી વારાણસી બેઠક પરથી સાંસદ છે.

સંજય નિરુપમે કહ્યું, ઙ્કપીએમના ગૃહરાજયમાં(ગુજરાત) જો ઉત્તર પ્રદેશ, બિહાર અને એમપીના લોકોને માર મારીને ભગાવવામાં આવશે તો એક દિવસ પીએમ મોદીએ પણ વારાણસી જવાનું છે. તેમણે આ ભૂલવું ન જોઈએ. વારાણસીના લોકોએ તેમને ગળે લગાડીને પીએમ બનાવ્‍યા હતા.

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર આવેલા ઢુંઢર ગામ ખાતે ૨૮જ્રાક સપ્‍ટેમ્‍બરના રોજ એક દોઢ વર્ષની બાળકી પર ફેક્‍ટરીના મજૂર દ્વારા બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો હતો. જે બાદમાં ગામના લોકોએ ઓરેકલ નામની સિરામિક ફેક્‍ટરીમાં લોકોએ ગામલોકોએ તોડફોડ કરી હતી અને કારખાના બહાર પાર્ક કરેલા વાહનોમાં આગ લગાડી દીધી હતી. આ બનાવના પડદ્યા આખા ઉત્તર ગુજરાત અને રાજયના અન્‍ય શહેરોમાં પડ્‍યા હતા. જે બાદમાં અમુક જગ્‍યાએ પરપ્રાંતિયો પર હુમલા કરવામાં આવ્‍યાના સમાચાર સામે આવ્‍યા હતા.

રવિવારે ડીજીપી શિવાનંદ ઝાએ આ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી હુમલાના ૪૨ જેટલા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. તેમજ આ સંદર્ભે ૩૪૨ લોકોની અટકાયત કરવામાં આવી ચુકી છે.

છેલ્લા સાત દિવસમાં પરપ્રાંતિયો પર હુમલાની ૪૨ જેટલી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હુમલાઓ અટકવાનું નામ ન લેતા હવે ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોએ હિજરત શરૂ કરી દીધી છે. જેમાંથી મોટા ભાગના લોકો ટ્રેન મારફતે હિજરત કરી રહ્યા છે. અમદાવાદ ખાતે કાલુપુર રેલવે સ્‍ટેશને કોઈ અનિચ્‍છનિય બનાવ ન બને તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

 

(4:46 pm IST)