Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

દિલ્‍હીથી અમદાવાદ લઇ જવાતા હવાલાના ૩.પ૦ કરોડ સાથે બે યુવકો ઝડપાયા : ઉંડી પૂછપરછ

સમગ્ર રકમ ર-ર હજારની નોટમાં કારના ચેમ્‍બરમાં છુપાવાઇ હતી

નવી દિલ્‍હી, તા. ૮ : દિલ્‍હીના ચાંદની ચોકથી અમદાવાદ લકઝરી કારમાં હવાલાના રૂા. ૩.પ૦ કરોડ લઇ જતો બે યુવકોને એટીએસએ રાજસ્‍થાનના સિરોહીના સ્‍વરૂપગંજથી પકડી પાડયા હતાં.  એટીએસના ડીઆઇજી પ્રફુલ્લકુમારે કહ્યું હતું કે, બાતમી મળી હતી કે દિલ્‍હીથી અમદાવાદ બે યુવકો મોટી રકમ લઇને જઇ રહ્યા છે જે પછી હાઇવે પર કારને રોકી તલાશી લેવામાં આવી હતી. કારમાં હેંડબ્રેક પાસે એક ચેમ્‍બર બનાવવામાં આવી હતી. જેમાં ર-ર હજારની નોટો હતી. પંકજ-દિનેશ નામની વ્‍યકિતની પૂછપરછ કરાઇ બંને એક કુરીયર કંપનીમાં કામ કરે છે.  આ ઘટના બાદ એટીએસએ આયકર ખાતાને બોલાવી લીધું છે હવે એ તપાસ થઇ રહી છે કે હવાલાની રકમ આપનાર કોણ છે અને લેનાર કોણ છે.

(11:06 am IST)