Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સરકારી મહેમાન

લોકો પેટ્રોલના ભાવ જુએ છે, પણ આવશ્‍યક ચીજવસ્‍તુના ભાવ તો જુઓ ક્‍યાં પહોંચ્‍યા છે!

ભારતના ૧૦ રિચેસ્‍ટ સ્‍ટેટ્‍સમાં મહારાષ્ટ્ર હજી નંબરવન છે, ગુજરાતનો નંબર ત્રીજો આવ્‍યો છે : પાંચમાંથી ત્રણ રાજયોમાં ભાજપ છે પરંતુ સત્તા ટકાવી રાખવા માટે મોટો સંઘર્ષ કરવો પડશે : પાર્ટીઓની મનની મનમાં જ રહીラ અને ચૂંટણી પંચે ઇવીએમ-વીવીપેટનો અમલ શરૂ કરી દીધો

ભારતમાં મોંઘવારી કેમ વધતી જાય છે તેની પાછળ અનેક પરિબળો કામ કરે છે. પહેલું પરિબળ જીએસટી અને વધતા જતા ટેક્‍સીસ છે. બીજી સૌથી વધુ અસરકર્તા બાબત છે માંગ સામેનો અલ્‍પ પુરવઠો. ‘નિયમ છે કે જેની માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તેનો ભાવવઘારો થાય છે.' આ નિયમ વર્ષોજૂનો છે પરંતુ હવે આ નિયમ બદલાયો છે, કારણ કે જીવન આવશ્‍યક ચીજવસ્‍તુના ભાવ વઘારા માટે કેવળ ડીઝલનો ભાવવધારો એકમાત્ર મુખ્‍ય પરિબળ છે. પાંચ વર્ષ પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્‍ચે ૧૨ રૂપિયા કરતાં વધુની રકમનો ગેપ હતો પરંતુ આજે માત્ર દોઢ થી બે રૂપિયા છે. પેટ્રોલ કરતાં ડીઝલ વધારે મોંઘુ થતું જાય છે, કારણ કે તેમાં એક્‍સાઇઝ, વેટ અને સેસની ટકાવારી વધારે છે. ગુજરાતમાં ૫,૦૦૦ જેટલા પેટ્રોલપંપ આવેલા છે. એક પેટ્રોલપંપ પર રોજનું ૩૦૦૦ લીટર પેટ્રોલ અને ડીઝલ ભરાય છે, એ હિસાબે જોઇએ તો તમામ પેટ્રોલપંપ ઉપર રોજનું ૧.૫૦ કરોડ પેટ્રોલ અને ૩.૦૦ કરોડ ડીઝલ વપરાય છે. ડીઝલના ભાવવધારાની સીધી અસર ટ્રાન્‍સપોર્ટેશન પર પડે છે. મુસાફરી મોંઘી બને છે. ટ્રાન્‍સપોર્ટેશનના વાહનોના ભાડા વધે છે તેથી ચીજવસ્‍તુઓ મોંઘી થઇ છે. આજે લોકો પેટ્રોલ પુરાવે છે ત્‍યારે પહેલાં તેમની નજર આજના ભાવ પર પડે છે પરંતુ ઘરમાં વપરાતી ચીજો ઉપર પ્રિન્‍ટ થયેલી કિંમત જોવાનો કોઇને સમય નથી. ગયા મહિને લાવેલી ટૂથપેસ્‍ટના ભાવ ૭૦ રૂપિયા હતા તે એક જ મહિનામાં વધીને ૮૦ રૂપિયા થયા છે. આવી અનેક કિંમતો છે જેના ભાવમાં પ્રતિ માસ વધારો થતો રહે છે. કિંમત પર નજર નાંખો તો સાચી હકીકતનું ભાન થશે. આ ભાવને કન્‍ટ્રોલ કરવામાં કેન્‍દ્ર કે રાજય સરકાર નિષ્‍ફળ રહી છે તે ઉડીને આંખે વળગે તેવું છે...

 પાંચ રાજયો મોદી-રાહુલનું ભાવિ નક્કી કરશે

ભારતના પાંચ રાજયોમાં નવેમ્‍બર અને ડિસેમ્‍બર મહિનામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીનું ભાવિ નક્કી કરશે. આ પાંચ રાજયોラ રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીનું ૧૧મી ડિસેમ્‍બરે જયારે પરિણામ આવશે ત્‍યારે ભારતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ હશે. આ ચૂંટણી ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ અમિત શાહનું ભાવિ પણ નક્કી કરશે, કારણ કે તેઓ લોકસભાની ચૂંટણી પછી જો ભાજપને બહુમત મળશે તો મોદી સરકારમાં સામેલ થાય તેવી સંભાવના છે. મધ્‍યપ્રદેશની ૨૩૦, રાજસ્‍થાનની ૨૦૦ અને છત્તીસગઢની ૯૦ બેઠકો છે જેમાં ભાજપનું શાસન છે, જયારે તેલંગાણામાં ૧૧૯ અને મિઝોરમમાં ૪૦ બેઠકો છે અને આ બન્ને રાજયોમાં બિન ભાજપનું શાસન છે. આ પાંચ રાજયોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હોવાથી હવે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો શક્‍ય નથી તેથી શાસક પક્ષોને ઇંઘણના આ ભાવવધારાના વિરોધનો સામનો કરવાનો રહેશે. જો કે લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના એપ્રિલ અને મે મહિનામાં આવી રહી હોવાથી લોકસભા પહેલાં કેન્‍દ્ર સરકાર ઇંઘણના ભાવમાં પ્રજાને રાહત આપી શકે તેમ છે.

હસમુખ અઢિયાની નવી જોબ કેવી હશે...

ગુજરાત કેડરના આઇએએસ અધિકારી હસમુખ અઢિયા નવેમ્‍બર મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્‍યારે તેમને કોમ્‍પ્‍ટ્રોલર એન્‍ડ ઓડિટર જનરલ બનાવાય તેવી સંભાવના છે, જો કે આ પદ માટે બીજા સિનિયર એવા ત્રણ અધિકારીઓની દાવેદારી છે. અઢિયાના રિપ્‍લેસમેન્‍ટમાં કેન્‍દ્રની મોદી સરકારે ગુજરાત કેડરના બીજા એક અધિકારી પી.ડી.વાઘેલાને નિયુક્‍ત કરવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે. અલબત્ત, દેશમાં જયારે લોકસભાની ચૂંટણી ચાલતી હશે ત્‍યારે ગુજરાતના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ વય નિવૃત્ત થવાના છે. તેમના પછી સિનિયોરિટીમાં ૧૯૮૪ બેચના અધિકારી અને હાલના રાજયના નાણા વિભાગના અધિક મુખ્‍ય સચિવ અરવિંદ અગ્રવાલનો ક્રમ આવે છે પરંતુ કેન્‍દ્ર સરકાર ચૂંટણીને ધ્‍યાને લઇ જે.એન.સિંઘને ત્રણ કે છ મહિનાનું એક્‍સટેન્‍શન આપી શકે છે જેથી અગ્રવાલનો ટેન્‍યોર થોડો ઓછો થાય તેમ છે. જો કે અરવિંદ અગ્રવાલ એપ્રિલ ૨૦૨૦માં વય નિવૃત્ત થાય છે ત્‍યારે તેઓ ચીફ સેક્રેટરી તરીકેના પ્રબળ દાવેદાર બની શકે છે. આ પદ માટે સિનિયર આઇએએસ અનિલ મુકીમ દાવેદાર હતા પરંતુ તેઓ ડેપ્‍યુટેશન પર દિલ્‍હી ગયા છે અને તેમની નિવૃત્તિ સુધી એટલે કે ઓગષ્ટ ૨૦૨૦ સુધી તેઓ દિલ્‍હીમાં ફરજ બજાવવાના છે તેથી તેઓનું સ્‍થાન અરવિંદ અગ્રવાલ લઇ શકે છે.

લ્‍યો, હવે ફરી પાછા ભાવ વધવાના શરૂ થયા...

પેટ્રોલિયમ પેદાશોમાં પાંચ રૂપિયાના વધારા પછી બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા શરૂ થયા છે. એક સપ્તાહમાં વાહનચાલકો જયાં હતા ત્‍યાં આવી શકે છે, કારણ કે વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ અને ડોલરના ભાવ પર ભારત સરકારનો કાબૂ નથી. પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી છતાં કેન્‍દ્ર સરકારે યુક્‍તિ વાપરીને માત્ર ૧.૫૦ રૂપિયાની એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી છે. એક રૂપિયો તો ઓઇલ કંપનીઓના માથે નાંખી દીધો છે જયારે ૨.૫૦ રૂપિયાનું રાજયની તિજોરી પર ભારણ વધાર્યું છે. ક્ષણિક ભાવધટાડા સામે ફરીથી ભાવમાં વધારો થયો છે. આ ભાવ દિન-પ્રતિદિન વધતા જ જશે, પરંતુ અહીં કેન્‍દ્ર સરકાર બીજી યુક્‍તિ અજમાવશે તેમ લાગે છે. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી સમયે સરકારે ઓઇલ કંપનીઓને કહ્યું હતું કે રોજેરોજના ભાવ વધારશો નહીં, પરિણામે આ ભાવ ચૂંટણી સુધી સ્‍થગિત થઇ ગયા હતા. તેવું ફરી બની શકે છે. પાંચ રાજયોની ચૂંટણી યોજાય નહીં ત્‍યાં સુધી કેન્‍દ્ર સરકાર ઓઇલ કંપનીઓને કહીને ભાવવધારો રોકી શકે છે, પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થશેラ ફરીથી અસહ્ય ભાવવધારા માટે લોકોએ તૈયાર રહેવાનું છે તેવો આડકતરો સંદેશો મળ્‍યો છે.

ગુજરાત દેશનું ત્રીજાનંબરનું રિચેસ્‍ટ સ્‍ટેટ છે...

ભારતમાં સૌથી વધુ રિચેસ્‍ટ સ્‍ટેટમાં ૧૦માં ક્રમ કેરાલાનો આવે છે. આ રાજયની ઇકોનોમી ૭.૭૩ લાખ કરોડ છે. નવમા ક્રમે ૮.૨૬ લાખ કરોડ સાથે મધ્‍યપ્રદેશ, આઠમા ક્રમે ૮.૪૩ લાખ કરોડ સાથે તેલંગાણા, સાતમાક્રમે ૮.૭૦ લાખ કરોડ સાથે આંધ્રપ્રદેશ અને છઠ્ઠાક્રમે ૧૦.૪૯ લાખ કરોડ સાથે પશ્ચિમબંગાળ આવે છે. જીડીપીની દ્રષ્ટિએ દેશના ટોપ પાંચ રાજયો પૈકી ૧૪.૮ લાખ કરોડ સાથે કર્ણાટકા પાંચમાક્રમે છે. ૧૪.૮૯ લાખ કરોડ સાથે ઉત્તરપ્રદેશ ચોથાસ્‍થાને છે. જીડીપીમાં ગુજરાતનો નંબર ત્રીજો આવે છે. ગુજરાતની રિચેસ્‍ટ ૧૪.૯૬ લાખ કરોડ સુધી પહોંચી છે તેમ છતાં આપણે હજી બે સ્‍ટેટ પાછળ છીએ. તામિલનાડુ એવું સ્‍ટેટ છે કે તેનો હાલનો જીડીપી ૧૫.૯૬ લાખ કરોડ થાય છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. આ રાજયમાં જીડીપી ૨૭.૯૬ લાખ કરોડ થાય છે, એટલે કે ગુજરાતનું પાડોશી રાજય રિચેસ્‍ટ સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા છે. ૨૦૧૮ના એક સર્વેક્ષણમાં આ બાબત સામે આવી છે. મહારાષ્ટ્રની ખાસીયત એ છે કે કોઇપણ વાયબ્રન્‍ટ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ કર્યા વિના તેણે તેનો પહેલોક્રમ જાળવી રાખ્‍યો છે.

પાર્ટીઓનો ઇન્‍કાર છતાં EVMથી મતદાન થશે

ભારતમાં અત્‍યાર સુધી બેલેટ પેપરથી મતદાન થતું હતું તેનું સ્‍થાન હવે ઇવીએમ એ લઇ લીધું છે. ઇલેક્‍ટ્રોનિક વોટીંગ મશીનラ ઇવીએમ થી ચૂંટણીઓ થાય છે. ભારતના ચૂંટણી પંચે ૨૦૦૦ની સાલથી અત્‍યાર સુધીમાં ૧૧૩ જેટલી વિધાનસભાની ચૂંટણીઓ ઇવીએમ થી કરી છે જયારે ત્રણ લોકસભાની ચૂંટણીઓ ઇવીએમના માધ્‍યમથી થઇ છે. હવે પહેલીવાર ઇવીએમ અને વીવીપેટના માધ્‍યમથી આ પાંચ રાજયોની ચૂંટણીઓ તેમજ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી યોજાવાની છે. વીવીપેટ એટલે કે તમે કોને મત આપ્‍યો છે તે ઓનલાઇન સ્‍લીપમાં થોડી સેકન્‍ડ સુધી જોઇ શકાશે. ભારતમાં ચૂંટણી માટે બેલેટ પેપર મહત્‍વનો રોલ અદા કરતું હતું. એ સમયે કે જયારે બેલેટ પેપર વપરાતું હતું ત્‍યારે બેલેટ પેપર કે બોક્‍સની ઉઠાંતરી થતી હતી. બોગસ મતદાન થતાં હતા. મતદાનના આંકડા ત્રણ દિવસે અને પરિણામ પાંચ દિવસે આવતા હતા. ઇવીએમથી ઉઠાંતરી અટકી છે પરંતુ બોગસ મતદાનને આપણે અટકાવી શક્‍યા નથી. હા, મતદાનના આંકડા મેળવવામાં ને પરિણામ જાહેર થવામાં ઝડપ આવી છે. હવે એક જ દિવસમાં આપણને મતના આંકડા અને પરિણામ મળી જાય છે. ભાજપ સિવાયની પાર્ટીઓએ વિરોધ કર્યો હતો પરંતુ ભારતના ચૂંટણી પંચે ઇવીએમથી જ તમામ ચૂંટણીઓ કરવાનું નિયત કર્યું છે.

સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં કેમ રહેવા જવું જોઇએ, જાણો...

વિશ્વમાં સ્‍વિટ્‍ઝર્લેન્‍ડમાં રહેતો નાગરિક સૌથી વધુ સમૃદ્ધ છે. આ દેશની વ્‍યક્‍તિગત સરેરાશ વાર્ષિક એવરેજ ૫૮૮૬૪ ડોલર છે જેની સામે ભારતની પર કેપિટા ઇન્‍કમ ૧,૧૧,૭૮૨ લાખ રૂપિયા થવા જાય છે. ભારતની સરખામણીએ ગુજરાત વધારે સમૃદ્ધ એટલા માટે છે કે ગુજરાતની એવરેજ નેશનલ એવરેજ કરતાં વધુ છે. ગુજરાતમાં માથાદીઠ આવક વધીને ૨,૧૪,૨૮૫ રૂપિયા થઇ છે જે ૨૦૧૭માં ૧.૩૮ લાખ રૂપિયા હતી. બેકારી, મોંઘવારી અને ગરીબીનો સામનો કરી રહેવા રાજયમાં સરકારી આંકડા પ્રમાણે આપણે સમૃદ્ધ છીએ.

 

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:44 am IST)