Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

પેટ્રોલમાં ૨૧ પૈસા તો ડિઝલમાં ૨૯ પૈસા વધ્‍યા

દિલ્‍હીમાં પેટ્રોલ ૮૨.૦૩ અને ડીઝલ ૭૩.૮૨નું થયું : પેટ્રોલ - ડીઝલના ભાવ અટકવાનું નામ જ નથી લેતા

નવી દિલ્‍હી તા. ૮ : ક્રુડના ભાવમાં વધારા બાદ સરકારે રાહત આપી પણ તે પછી રોજેરોજ ભાવ વધારાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આજે ફરી પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્‍હીમાં આજે પેટ્રોલમાં ૨૧ પૈસા અને ડિઝલમાં ૨૯ પૈસા પ્રતિ લીટર વધારો થયો છે. આ વધારા સાથે દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૦૩ અને ડિઝલ ૭૩.૮૨નું થયું છે.

દિલ્‍હી ઉપરાંત મુંબઇમાં પણ બંનેના ભાવ વધ્‍યા છે. મુંબઇમાં પેટ્રોલમાં ૨૧ પૈસા અને ડિઝલમાં ૩૧ પૈસા વધ્‍યા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૮૭.૫૦ તથા ડીઝલ ૭૭.૩૭નું થયું છે.

ગઇકાલે પણ દિલ્‍હીમાં પેટ્રોલ ૧૪ પૈસા તો ડિઝલ ૨૯ પૈસા મોંઘું થયું હતું.

વૈશ્વિક બજારમાં ક્રુડના ભાવ વધતા ઘરઆંગણે પેટ્રોલ - ડિઝલના ભાવ વધી રહ્યા છે

(10:36 am IST)