Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

એન- ૯૫ માસ્કની કિંમતમાં છ ગણો વધારો નોંધાતા ટોચના ઉત્પાદકો પર મુંબઈમાં છાપો

મુંબઈઃ કોરોના વાયરસને રોકવા અન્યત કારગત મનાતા એન-૯૫ માસ્કની કિંમતમાં ભારે ઉછાળો નોંધાતા અને આ કંપનીઓએ તેમની ઉત્પાદનની કિંમત સરકાર સાથે 'શેર' ન કરતા અંતે પ્રશાસને બે ટોચના માસ્ક ઉત્પાદકો પર દરોડા પાડયા હતા. ઓગસ્ટ મહિનામાં સરકારના સાર્વજનિક આરોગ્ય વિભાગે મહાત્મા જયોતિબા જન આરોગ્ય યોજનાના સીઈઓ સુધાકર શિંદેની અધ્યક્ષતા હેઠળ રાજયમાં વધતા એન-૯૫ માસ્કના ભાવને નિયંત્રણ રાખવા એક કમિટી બનાવી હતી. માર્ચ મહિનાથી માસ્કના ભાવમાં છ ગણો વધારો નોંધાયો હતો અને ઉત્પાદકો તરફથી માસ્કની ભાવ મર્યાદા નકકી કરવામાં અનિચ્છા અને અસહયોગને લીધે તેમના પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉત્પાદકોને સતત વિનંતિ કર્યા બાદ પણ તેમણે સહકાર ન આપતા આ છાપો મારવામાં આવ્યો હતો.

(2:50 pm IST)