Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

પંજાબમાં ટીવી સીરીયલ રામ-સીતાના લવકુશ ના પ્રસારણ વિરુદ્ધમાં બંધનું એલાન: હિંસા સર્જાણી: મુખ્યમંત્રીએ પ્રસારણ પર પ્રતિબંધ મુકયો

ઐતિહાસિક તથ્યોને મારી-મચડીને પ્રસારિત કરવાના આરોપ: વાલ્મીકિ એક્શન સમિતિએ બંધનું એલાન આપ્યું

જલંધર : ટીવી સિરિયલ વિરુદ્ધ ઐતિહાસિક તથ્યોને મારી-મચડીને પ્રસારિત કરવાના આરોપસર પંજાબમાં શનિવારે વાલ્મિકી સમુદાય દ્વારા એક દિવસના બંધ દરમિયાન રાજ્યના સંખ્યાબંધ ભાગોમાં હિંસક ઘટનાઓ સર્જાઇ હતી અને જનજીવન અસ્તવ્યસ્ત રહ્યાના અહેવાલો મળે છે.

 જલંધરમાં એક યુવકને ગોળી પણ લાગી છે અને હિંસાની ઘટનાઓ પછી પંજાબના મુખ્યમંત્રી કોંગ્રેસના કેપ્ટન અમરિંદર સિંહે તાત્કાલિક અસરથી આ ટીવી સિરિયલનું પ્રસારણ બંધ કરવાનો હુકમ કર્યો છે.

કલર્સ ટીવી ઉપર પ્રસારિત ધારાવાહિક "રામ સિયાના લવકુશ"માં ભગવાન વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ સબબ વાલ્મીકિ એક્શન સમિતિએ પંજાબમાં એક દિવસના બંધનું એલાન આપ્યું હતું.

(6:34 pm IST)