Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

સ્ટર્લીંગ બાયોટેક કેસમાં અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલને ઇડીનો ફરી સમન્સ

આ પહેલાં પણ મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ટીમે ફૈઝલ પટેલની પૂછપરછ કરી હતી.

નવી દિલ્હી : સ્ટલીંગ  બાયોટેક કેસમાં કોંગ્રેસના સાંસદ શ્રી અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલને ઇડીએ પૂછ પરછ માટે  ફરી સમન્સ પાઠવ્યો છે.

હજારો કરોડના સ્ટર્લીંગ બાયોટેક કેસમાં ફૈઝલ પટેલને પૂછપરછ માટે ઇડીએ પોતાના સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. આ પહેલાં પણ મની લોન્ડરિંગ કેસમાં ઇડીની ટીમે ફૈઝલ પટેલની પૂછપરછ કરી હતી.

 ગુજરાતના વડોદરા ખાતેની ફાર્મા ક્ષેત્રની આ કંપની સ્ટર્લીંગ બાયોટેક નું સંચાલન સાંડેસરા પરિવાર કરી રહેલ છે અને એવો આરોપ છે કે ફાર્મા કંપનીના પ્રમોટર નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા એ ૧૪,૫૦૦ કરોડ રૂપિયાનો બેંકલોન ફ્રોડ કરેલ છે.

(6:22 pm IST)