Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ઉતરખંડમાં ફરી વાદળ ફાટયુઃ ગોવિંદઘાટના મુખ્‍ય પાર્કિગ સ્‍થળને ભારે નુકશાન થયુઃ સદનસીબે કોઇ જાનહાની થયેલ નથી

ચમોલી : ઉતરાખંડના (Uttarakhand) ચમોલી જિલ્લામાં ગોવિંદઘાટ (Govindghat) વિસ્તારમાં ભારે અતિવૃષ્ટિ અને વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. વાદળ ફાટવાનાં કારણે વરસાદી પાણી કાળ બનીને આ વિસ્તારમાં ફરી એકવાર ફરી વળ્યું છે. વાદળ ફાટવાને કારણે (Cloud Burst) અચાનક આવેલા પાણીમાં એકથી ડોધ ડઝન વાહનો કાટમાળમાં દટાઇ ગયા હતા. વાદળ ફાટવાથી ગોવિંદઘાટના મુખ્ય પાર્કિંગ સ્થળ (Parking Area) ને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે સૌથી મહત્વનું છે કે ડેક્કન કંપનીનું હેલિપેડ અને તેમાં ઉભેલા ચોપર પણ આ પુરની ઝપટે ચડતા ચડતા રહી ગયા. જો કે આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઇ હતી.

Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે

એસડીઆરએફ (SDRF) અને તંત્રની ટીમ ઘટના પર રાહત અને બચાવ કાર્યો કરી રહી છે. મળતી માહિતી અનુસાર 100 મીટર હાઇવે પણ કાટમાળની ઝપટે ચડી ગયો છે. જિલ્લાધિકારી ચમોલી (Chamoli) સ્વાતિ ભદૌરિયા ઘટના અંગે માહિતી મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે બદ્રીનાથ મોટર માર્ગ પીપલકોટી, પાગલ નાલા, ગોવિંદઘાટ, લાંમબગડમાં કાટમાળ આવવાના કારણે અવરુદ્ધ છે. તે ઉપરાંત થરાલીનાં ગુડંમ ગામમાં પણ વાદળ ફાટવાનાં કારણે ત્રણ મકાન તથા ત્રણ ઘોષલે ક્ષતિગ્રસ્ત થઇ ગયા અને અનેક ઘરોમાં કાટમાળ ઘુસી ગયો હતો.

(1:41 pm IST)