Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

ચાલુ મહિનાના અંત સુધી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ જેવી નાની સેવિંગ સ્કિમના વ્યાજદરમાં થશે ઘટાડો

નવી દિલ્હીચાલુ મહિનાના અંત સુધીમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ જેવી નાની સેવિંગ સ્કિમના વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે. સ્મોલ સ્કિમમાં વધારે વ્યાજદરને કારણે બેન્કો ડિપોઝિટ ઉપર વધારે વ્યાજદર ચુકવવી રહી છે. સરકાર આ સ્કિમોના વ્યાજદરની સમીક્ષા કરી રહી છે. તે પછી પીપીએફ અને એનએસસીના વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો આવી શકે છે.

આ સ્કિમ ઉપર વ્યાજદર ઘટાડવાનું કારણ છે કે એના વ્યાજદર બજાર સાથે જોડાયેલા નથી. ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં તેના રિટેલ અને એમએસએમઈ લોનને રેપો રેટ જેવા એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડવાનો આદેશ આપ્યો છે. જેનાથી આગામી ત્રિમાસિક ગાળામાં બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ઉપર દબાણ વધી શકે છે.

કારણે બેન્ક ડિપોઝિટના વ્યાજદરમાં વધારો ઘટાડો કરી શકે તેમ નથી. જ્યારે આરબીઆઈના આ પગલાથી નવી લોન સસ્તી થશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત કેટલીક બેન્કોએ રેપો રેટની સાથે તેમની સેવિંગ્સ બેન્ક ડિપોઝિટને જોડયુ છે. એવી રીતે આ ફેરફાર અત્યારે કામચલાઉ છે. આઈડીબીઆઈ બેન્ક જેવી અન્ય બેન્કોએ અમુક બલ્ક ડિપોઝિટને રેપો રેટની સાથે જોડયુ છે.

એસબીઆઈના એમડી પીકે ગૃપ્તાએ કહ્યુ કે, વ્યાજદરમાં ઘટાડાની વચ્ચે ડિપોઝિટને રેપો રેટની સાથે જોડવુ જોઈએ નહિં. આ ઉપરાંત એફડીના ગ્રાહક નાના સ્કિમની તરફ સિફ્ટ થઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે, બેન્ક ટુંક સમયમાં સરકારની સામે આ મુદ્દો ઉઠાવવાની છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ચિંતા દર્શાવતા જણાવ્યુ કે, નાની સ્કિમોના વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય આર્થિક નહિં પરંતુ રાજનૈતિક નિર્ણય થશે.

(11:04 am IST)