Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

બિહારના બેગુસરાયમાં મોબ લિંચિંગની ભયાનક ઘટના :પીપર ગામમાં ત્રણ શખ્શોની હત્યા :પાંચ હજારથી વધુ લોકો સામેલ : કુખ્યાત આરોપી મુકેશ મહતો પણ સામેલ હોવાનું ખુલ્યું

બિહારના બેગૂસરાયમાં બનેલી મોબ લિંન્ચિગની ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે  મોબ લિન્ચિગની ઘટનામાં પાંચ હજારથી વધારે લોકો સામેલ હતા. પીપર ગામમાં બનેલી મોબ લિંન્ચિગની ઘટનામાં ત્રણ શખ્સોને માર મારીની તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટનામાં કુખ્યાત આરોપી મુકેશ મહતો પણ સામેલ હોવાનું સામે આવે છે.

 બેગૂસરાયના એસપીએ જણાવ્યુ કે, મુકેશ મહત વિરૂદ્ધ એક ડઝનથી વધુ કેસ દાખલ થયેલા છે. મહત્વનું છે કે, બેગૂસરાયમાં બનેલી ઘટના બાદ નીતિશ સરકાર વિપક્ષના નિશાને આવી છે. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:25 pm IST)