Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

દેશમાં જેટલા ભાગના ભાગમાં એસ.ટી. બસની જરૂર છે તેના કરતા માત્ર દસમા ભાગની બસો ઉપલબ્ધઃ ૯૦ ટકા ભારતીયો પાસે પોતાનું વાહન નથી

નવી દિલ્હી: એક તરફ પ્રદૂષણને ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ દેશમાં જેટલી બસની જરુર છે તેના દસમા ભાગની બસો ઉપલબ્ધ છે. સરકારી ડેટા અનુસાર, દેશમાં લગભગ 19 લાખ બસો છે, જેમાંથી માત્ર 2.8 લાખ બસો સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંતર્ગત અથવા સ્ટેટ કેરેજ પરમિટ્સ ધરાવે છે. બસોની બે કેટેગરી જનરલ પેસેન્જર્સ માટે હોય છે.

યૂનિયન ટ્રાન્સપોર્ટ સેક્રેટરી વાય.એસ.મલિક જણાવે છે કે, પેસેન્જર્સની જરુરિયાતને પૂરી કરવા માટે 30 લાક બસોની જરુર છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા ચલાવાવમાં આવતી બસો સબ-ઓપ્ટિમલ લેવલ પર પણ ઓપરેટ કરે છે. માટે ઘણો મોટો ગેપ છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ એક્સપર્ટ્સ જણાવે છે કે, સર્વિસની ખરાબ ગુણવત્તા અને બસોની ઉપલબ્ધતા ઓછી હોવાને કારણે લોકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના વાહનો ખરીદવાનું વધારે પસંદ કરે છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી જણાવે છે કે, ચીનમાં 1000 લોકો માટે લગભગ 6 બસો હોય છે, જ્યારે ભારતમાં પ્રતિ 10,000 વ્યક્તિ માત્ર ચાર બસો હોય છે. જ્યારે 90 ટકા ભારતીયો પાસે પોતાનું વાહન નથી.

ગડકરીએ આગળ જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ ફોર લંડન(TfL) જેવા મોડલ માટે લોકોએ આગળ આવવું જોઈએ. મેં ઉત્પાદકોને વિનંતી કરી છે કે, બસોના ઉત્પાદનની સાથે તે ઓપરેટર કંપનીની પણ શરુઆત કરો. તેમને બિઝનેસ મળશે. જો ટાટા, અશોક લેલેન્ટ જેવા મેન્યુફેક્ચરર્સ આવી બસોમાં રોકાણ કરે તો તે સરળતાથી ચાલી શકશે.

અર્બન ટ્રાન્સપોર્ટ સેક્ટરના નિષ્ણાંતો જણાવે છે કે, મેટ્રો રેલ નેટવર્કઅને કેબ સર્વિસમાં વધારો થયો હોવા છતાં મોટી સંખ્યામાં લોકો અવરજવર માટે બસોનો ઉપયોગ કરશે. લંડન જેવા શહેરમાં રેલ નેટવર્ક હોવા છતાં દિવસમાં 62 લાખ લોકો બસમાં મુસાફરી કરે છે. TfLના ચીફ ટેક્નોલોજી ઓફિસર શશિ વર્મા જણાવે છે કે, 317 લાખ કુલ મુસાફરોમાંથી રેલ, મેટ્રો અને લાઈટ રેલના કુલ મુસાફરો 74 લાખ છે. આનો અર્થ છે કે, લોકો પ્રાઈવેટ વાહનો પર નિર્ભર રહે તેના માટે બસ સિસ્ટમમાં સુધારો કરવો જરુરી છે.

(5:25 pm IST)