Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન હાથમાં છડી, મોઢા ઉપર મેજીક મુસ્કાન- જીન્સ, જેકેટ અને ચશ્મામાં સજજ રાહુલ ગાંધી તદ્દન અનોખા અંદાજમાં

માનસરોવરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવરની યાત્રાએ છે. આ દરમિયાન સોશ્યલ મીડિયામાં તેમની યાત્રાની તસવીરો ખુબ જ શેર થઈ રહી છે. યાત્રામાં તેમની સાથે રહેલ યાત્રીકો રાહુલ સાથે ફોટો પડાવી રહ્યા છે. યાત્રા દરમિયાન રાહુલ કુર્તા- પાયજામાના બદલે ડેનિમ અને જેકેટમાં નજરે પડી રહ્યા છે. સાથો-સાથ તેમણે કેપ પણ પહેરેલી છે. આવું બહુ ઓછુ બને છે. જયારે રાહુલ ભારતીય નેતાઓના પેરવેશથી અલગ દેખાયા હોય. સોશ્યલ મીડીયામાં આવેલ તસવીરો અંગે કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે તેમની આ યાત્રાને નકલી ગણાવી જણાવેલ કે રાહુલ ગાંધીના આ ફોટા તો ફોટાશોપ છે. છડીનો પડછાયો ગાયબ છે. એટલે તેમના મુજબ રાહુલ યાત્રા ઉપર ગયા જ નથી. દિલ્હીથી નેપાળ થઈ કૈલાશ જતા પહેલા રાહુલે ટ્વીટ કરી લખેલ કે 'ઓમ અસતો મા સદ્ગમય  તમસો મા જ્યોતિર્ગમય।મૃત્યોર્મામૃતમ્ ગમય। ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।।' (૩૦.૮)

(3:52 pm IST)