Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અમારી પાસે સૌથી લોકપ્રિય નેતા છે : બહુમતથી જીતીશું ચૂંટણી : અમિત શાહ

'અમને ૨૦૧૪થી વધારે પ્રચંડ બહુમત સાથે ૨૦૧૯માં જીત મળશેઃ અમારી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે'

નવી દિલ્હી તા. ૮ : ભારતીય જનતા પાર્ટી (BJP)ની શનિવારથી બે દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક શરૂ થઇ ગઇ છે. ચાર રાજયોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આયોજીત આ બેઠકમાં એસસી/એસટી એકટમાં સંશોધન બાદ જે પરિસ્થિતિ છે તે અંગે ચર્ચા કરવામા આવશે. પાર્ટી નક્કી કરશે કે આ મામલા પર વિપક્ષને કયા પ્રકારે જવાબ આપવો. જે ભ્રમની સ્થિતિ ઉભી થઇ છે તેની સાથે કેવી રીતે કામ લેવું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટી એનઆરસીને લઇ મોટા પાયે ચર્ચા કરી શકે છે.

આ બેઠકમાં દિલ્હી બીજેપીના પ્રવકતા હરીશ ખુરાના બેભાન થઇ ગયા હતાં. જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.

અમિત શાહે બેઠકમાં જણાવ્યું કે, 'અમને ૨૦૧૪થી વધારે પ્રચંડ બહુમત સાથે ૨૦૧૯માં જીત મળશે. અમારી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે. તેમણે આગળ જણાવતા કહ્યું કે, ૩ રાજયોની વિધાનસભા ચૂંટણી સિવાય તેલંગાના પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.'

આ બેઠકમાં આગામી થોડા મહિનામાં થનારી ૩ રાજયોની વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણી વિશે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી થોડા મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્ત્।ીસગઢમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજયોમાં બીજેપી સત્તા પર છે. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી બીજેપીએ સત્તા પર કબજો જમાવ્યો છે. જયારે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી છેલ્લા ૧૫ વર્ષથી સત્ત્।ા પર છે. હાલ તેમની સત્તા જાળવી રાખવી પાર્ટી માટે મોટો પડકાર છે.(૨૧.૨૩)

(3:47 pm IST)