Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ટ્રમ્પને ભારત-ચીનની પ્રગતિથી પેટમાં દુખ્યું: મદદ કરવી એ પાગલપન કહયું: સબસીડી બંધ કરશે

અમેરિકાને ગણાવ્યો વિકાસશીલ દેશઃ ચીન-WTO વિરૂદ્ધ કાઢયા બળાખાઃ અમેરિકા-ચીન સંબંધો બગડવાનાં અંધાણ

નવીદિલ્હી તા.૮: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું છે કે, ભારત-ચીન જેવા વિકાસશીલ દેશોને અપાતી સબસીડી હું બંધ કરવા માંગું છું. તેમણે એક કાર્યક્રમમાં કહયું હતું કે, ચીનને મહાન આર્થિક શકિત બનાવવામાં ડબલ્યુટીઓનો હાથ છે. તેમણે કહયું છે કે અમારી પાસે કેટલાક એવા દેશ છે જે પ્રગતિશીલ અર્થવ્યવસ્થાવાળા છે. કેટલાક દેશો હજુ પરિપકવ નથી બની શકયા એવામાં અમે તેઓને સબસીડી આપી રહયા છીએ એ બધુ મુર્ખતાભર્યું છે. જેમ કે ભારત અને ચીન.

ટ્રમ્પે કહયું હતું કે, દેશો ખુદને વિકાસશીલ રાષ્ટ્ર કહે છે અને એ શ્રેણી હેઠળ તેમને સબસીડી મળે છે. ટ્રમ્પે કહયું છે કે હં ઇચ્છું છું કે કોઇપણ દેશની સરખામણીમાં અમેરિકા ઝડપથી આગળ વધવું જોઇએ.

તેમણે ડબલ્યુટીઓ ઉપર પ્રહાર કરતાં કહયું હતું કે તે સાવ બદતર છે ખબર નથી કે ચીનને કઇ રીતે મહાન આર્થિક શકિત ગણાવી. (૧.૩૪)

(3:46 pm IST)