Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મુંબઈમાં HDFCના વાઈસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સાંઘવી લાપતા

મુંબઈમાં HDFCના વાઈસ પ્રેસિડેન્ટ લાપતા થતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે લાપતા થયેલા HDFC બેંકના વાઈટ પ્રેસિડેન્ટનું નામ સિદ્ધાર્થ સાંઘવી હોવાનું સામે આવ્યુ છે. તેઓ પાંચ સપ્ટેમ્બરના દિવસે કમલા મિલ્સ વિસ્તારમાંથી લાપતા થયા હતા. જે બાદ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી કેસ દાખલ કર્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકમાં થયેલા કરોડો રૂપિયાના  ગોટાળા  બાદ બેંકના કર્મચારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. ત્યારે HDFC  બેંકના વાઈસ પ્રેસિડેન્ટ લાપતા થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(4:00 pm IST)