Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

માલદીવમાં એર ઇન્ડિયાના વિમાને ભૂલથી બાંધકામ હેઠળના રન વે પર કર્યું લેન્ડિંગ

 

કેરળના તિરુવનંતપુરમથી માલદીવના પાટનગર શહેર સુધીની એર ઈન્ડિયાની એક ફ્લાઈટે આજે અહીંના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂલમાં બાંધકામ હેઠળના રનવે પર ઉતરાણ કરતાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નવે પર લેન્ડ કર્યા બાદ વિમાન અટવાઈ ગયું હતું. એના બે મુખ્ય પૈડાં લેન્ડિંગ કરતી વખતે ફાટી ગયા હતા. સદ્દભાગ્યે ઘટનામાં, વિમાનના તમામ 136 પ્રવાસીઓ તથા ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

(12:00 am IST)