Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

તાપસી અને અનુરાગ કશ્યપે 'લેડી અક્ષય કુમાર' કહેવા પર પ્રતિક્રિયા આપી : અક્ષય કુમારની વાર્ષિક કમાણી અંગે કર્યો ખુલાસો

અક્ષય કુમાર આ દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા, મારા અને તેમના ચેક મેળ ખાતા નથી : તાપસી પન્નુ

 

મુંબઈ તા.08: કોરોના પછીથી બોલીવૂડ ફિલ્મોની સારી એવી  ધૂલાઈ થઈ રહી છે. તેમ છતાં બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમાર વર્ષથી સૌથી વધુ ફિલ્મો કરનારો કલાકાર છે. ત્યારે એક્ટ્રેસ તાપસી પન્નુ પણ અક્ષય કુમારની જેમ વર્ષમાં અનેક ફિલ્મો કરે છે. જેથી તેને બોલિવૂડની 'લેડી અક્ષય' પણ કહેવાય છે.

હાલમાં જ તાપસી અને અનુરાગ કશ્યપે 'લેડી અક્ષય કુમાર' કહેવા પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ કહ્યું કે તેનો ચેક અક્ષય કુમારના ચેક સાથે મેળ ખાતો નથી, તો અનુરાગ કશ્યપે અક્ષય કુમારની કમાણીની પોલ ખોલી દીધી.

હકિકતમાં અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આરજે સિદ્ધાર્થ કનનના શોમાં પહોંચ્યા હતા. જ્યાં સિદ્ધાર્થે તાપસીને 'લેડી અક્ષય કુમાર' કહીને પ્રતિક્રિયા આપી હતી. તાપસી કહે છે- 'હું ચોક્કસપણે આ કોમ્પ્લીમેન્ટ સ્વીકારવા માંગીશ. પણ, જ્યારે મારું અને અક્ષયજીનું મહેનતાણું સરખું હશે તો કૃપા કરીને મને લાડી અક્ષય કુમાર ન કહેશો. તે ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા છે અને મને તેટલો પગાર મળતો નથી.

આ ના ઉપર પ્રતિક્રિયા આપતા અનુરાગ કશ્યપે કહ્યું કે, અક્ષય કુમાર આ દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર અભિનેતા છે.' ત્યારે જ તાપસી કહે છે કે 'હું તેની નજીક પણ નથી આવતી.' જણાવી દઈએ કે અક્ષય કુમારને 2020માં ફોર્બ્સ ઈન્ડિયાના લીસ્ટમાં પોતાની જગ્યા બનાવી હતી. જેમાં અભિનેતાને છઠ્ઠા સૌથી અમીર અભિનેતા તરીકે વર્ણવવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અક્ષય કુમાર એક વર્ષમાં 48.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 362 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લે છે.તે હાલમાં જ દેશમાં સૌથી વધુ ટેક્સ ચુકવનારા અભિનેતામાં પહેલા ક્રમે હતો. તેણે અન્ય તમામ કલાકારોને પાછળ છોડીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

તમને જણાવી દઈએ કે, તાપસી પન્નુએ અક્ષય કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં બેબી, નામ શબાના, મિશન મંગલ જેવી ફિલ્મો સામેલ છે. તે જ સમયે, તાપસીએ અનુરાગ કશ્યપ સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે તેના દ્વારા નિર્દેશિત બે ફિલ્મોમાં જોવા મળી છે અને હવે 'દોબારા' અનુરાગ સાથેની તેની ત્રીજી ફિલ્મ હશે.

 

(12:28 am IST)