Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બેસ્ટના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે હોપ ઓફ હો હો એસી બસ સેવાનું લોકાર્પણ કરાયું : મુંબઈ દર્શન કરવું હવે સરળ બનશે

મુસાફરો નિર્ધારિત સ્ટેશનો પરથી બસમાં બેસીને આખા શહેરની મુસાફરી કરી શકે : પ્રવાસીઓને માત્ર 150 રૂપિયા ભાડું ચૂકવવું પડશે

મુંબઈ તા.08 : બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) એ મુંબઈ શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મુસાફરીને સરળ બનાવવા અને શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે હોપ-ઓન-હોપ-ઓફ હો-હો એસી બસની સુવિધા શરૂ કરી છે. અધિકારીઓએ રવિવારે કહ્યું કે પ્રવાસીઓની સુવિધા માટે આ સેવા સોમવારથી શરૂ કરવામાં આવી રહી છે. બેસ્ટ આજે તેનો 75મો સ્થાપના દિવસ પણ ઉજવી રહ્યું છે.

બેસ્ટના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે તેનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. મુસાફરો આ માટે નિર્ધારિત સ્ટેશનો પરથી બસમાં બેસીને આખા શહેરની મુસાફરી કરી શકે છે. આ માટે તેમણે માત્ર 150 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. જો તેઓ ઈચ્છે તો હો-હો બસ અથવા આ રૂટ પર ચાલતી કોઈપણ બસમાં બેસી શકે છે. આનાથી પ્રવાસીઓ માટે મુંબઈ આવવાનું સરળ બનશે. ટૂંક સમયમાં ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસની સેવા પણ શરૂ કરવામાં આવશે.

"આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, જે અંતર્ગત નવી ઇલેક્ટ્રિક બસોની સંખ્યામાં વધારો કરવા જઈ રહ્યા છીએ. 2023ના અંત સુધીમાં, 50 ટકા બસો ઇલેક્ટ્રિક હશે અને 2026 ના અંત સુધીમાં, બધી બસો વીજળીથી ચાલશે. આગામી સમયમાં આવી બસોની સંખ્યામાં હજુ વધારો કરવાના છીએ.

(9:05 pm IST)