Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ચીનની નિકાસ જુલાઈમાં ૧૮ ટકા વધીને ૩૩૩ અબજ ડૉલરે પહોંચી

ચીનમાં આર્થિક રિકવરી ઝડપી બની : જુલાઈ, ૨૦૨૨માં એક વર્ષ અગાઉની સરખામણીમાં આયાતનો આંકડો માત્ર ૨.૩ ટકા વધ્યો

બિજિંગ, તા.૮ : કોરોના મહામારીના ઓછાયા છતા વિશ્વના બીજા સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં આર્થિક રિકવરી પણ ઝડપી બની છે. અનેક પ્રાંતોમાં લોકડાઉનને પગલે સ્થાનિક માંગ ઓછી રહેવા છતા ચીનનું ટ્રેડ સરપ્લસ જુલાઈમાં રેકોર્ડ ટોચે રહી હતી.

ચીનની નિકાસ રેકોર્ડ ઊંચાઈએ પહોંચતા ટ્રેડ સરપ્લસ જુલાઈમાં વધી છે.

ચીનના કસ્ટમ વિભાગે રવિવારે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું હતું કે જુલાઈમાં નિકાસ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ ૧૮ ટકા વધીને ૩૩૩ અબજ ડોલર થઈ હતી. તે જ સમયે જૂન, ૨૦૨૨ની તુલનામાં નિકાસમાં ૧૭.૯ ટકાનો વધારો થયો છે.

જોકે જુલાઈ, ૨૦૨૨માં એક વર્ષ અગાઉની સરખામણીમાં આયાતનો આંકડો માત્ર ૨.૩ ટકા વધ્યો હતો. દેશની આયાત ચાર ટકા વૃદ્ધિના અર્થશાસ્ત્રીઓના અનુમાન કરતાં ઓછી રહી છે. આ આંકડો દર્શાવે છે ચીનમાં સ્થાનિક માંગ નબળી છે.

નિકાસમાં વધારો અને આયાતમાં સાધારણ વધારાને કારણે જુલાઈમાં ચીનનું ટ્રેડ સરપ્લસ વધીને ઈતિહાસના સૌથી ઉચ્ચતમ સ્તર ૧૦૧.૩ અબજ ડોલર રહ્યું છે.

 

 

 

 

(7:36 pm IST)