Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

‘‘રામાયણ'' વિષયક ઓનલાઇન કિવઝના પાંચ વિજેતામાં કેરળના બે મુસ્‍લિમ છાત્રો પણ સામેલ

તિરૂવનંતપુરમ તા. ૮: કેરળના મલપ્‍પુરમ ખાતે ‘રામાયણ' પર યોજાયેલ ઓનલાઇન કિવઝમાં પાંચ સહભાગીઓને વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા. જેમાં મોહમ્‍મદ જાબીર પીકે અને મોહમ્‍મદ બાસિથ એમ.નો સમાવેશ થાય છે. બંને KKHM ઇસ્‍લામિક અને આર્ટસ કોલેજ, વાલેચેરીમાં અભ્‍યાસ કરે છે. કિવઝમાં 1000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. જયારે કેરળ પબ્‍લિશિંગ હાઉસે જાબીર અને બાસિથને વિજેતા જાહેર કર્યા ત્‍યારે લોકો દંગ રહી ગયા. બાસિથને ‘રામાયણ'ની ચોપાઇઓ કંઠસ્‍થ છે. તેમણે કહ્યું કે તેમને અયોધ્‍યાની ઘટનાની ચોપાઇ ગમી. જેમાં લક્ષ્મણનો ગુસ્‍સો અને ભગવાન રામના આશ્‍વાસનનો ઉલ્લેખ છે. જબીરે કહ્યું કે રામાયણ, મહાભારત ગ્રંથો આપણી સંસ્‍કૃતિ, પરંપરા અને ઇતિહાસનો ભાગ છે.
બાસિથ કહે છે કે, રામાયણ અને મહા ભારતનો વ્‍યાપક અધ્‍યયન કરવામાં આવે તો અન્‍ય સમુદાય અને તેના લોકોને સમજવામાં મદદ મળશે. કોઇપણ ધર્મ નફરત કરવાનું શિખવતો નથી કે ન તેને પ્રોત્‍સાહન આપે છે.

 

(4:27 pm IST)