Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભારતીય કોસ્ટગાર્ડના ડૉર્નિયરે પાકિસ્તાની વૉરશિપને ખદેડી કાઢ્યું : પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી ફરી વળ્યુ

પાકિસ્તાની નેવીનું એક વૉરશિપભારતીય સરહદમાં ઘૂસી ગયું : પાકિસ્તાનના વૉરશિપ આલમગીર પીછેહઠ કરવા મજબૂર

નવી દિલ્લી તા.07 : હકીકતમાં આ વર્ષે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ્યારે ચોમાસું ચરમ પર હતુ, ત્યારે પાકિસ્તાન નૈસેનાનું એક જહાજ આલમગીર ગુજરાતના કાંઠાથી સમુદ્રી રેખાને પાર કરીને ભારતીય જળમાર્ગમાં ઘૂસી આવ્યું હતુ. જો કે ભારતના ડોર્નિયલ મેરીટાઈમ સર્વેલાન્સ એરક્રાફ્ટે તાત્કાલીક તેના લોકેશનની ભાળ મેળવી અને તેને પરત ફરવા મજબૂર કરી દીધુ હતું.

પાકિસ્તાની નેવીનું એક વૉરશિપ ભારતીય સરહદમાં ઘૂસી ગયું હતુ. જો કે આ વૉરશિપને ભારતના મેરીટાઈમ સર્વેલાન્સ એરક્રાફ્ટ ડોર્નિયરે શોધી કાઢ્યું હતુ અને તેને પાછું પાકિસ્તાન ખદેડી દીધુ હતુ. ભારતીય જળસીમામાં પ્રવેશ કર્યાના તરત બાદ તેની ભાળ સૌ પ્રથમ ભારતીય કોસ્ટગાર્ડના ડોર્નિયર વિમાને લગાવી હતી. આ એરક્રાફ્ટ પાસે એરપોર્ટથી દરિયામાં તપાસ માટે રવાના થયું હતુ.

ડૉર્નિયરે પોતાના કમાન્ડ સેન્ટરને ભારતીય જળસીમામાં પોતાની હાજરી અંગે સૂચિત કર્યા બાદ તેના પર નજર રાખવાનું ચાલુ રાખ્યું હતુ. જે બાદ ભારતીય કોસ્ટ ગાર્ડના ડોર્નિયરે પાકિસ્તાની વૉરશિપને ચેતવણી આપતા પરત ફરવા માટે કહ્યું હતુ, પરંતુ કોઈ જવાબ નહતો મળ્યો.

ડોર્નિયરે PNS આલમગીર પર નજર રાખી અને તેમનો ઉદ્દેશ્ય જાણવા માટે પોતાના રેડિયો કોમ્યુનિકેટર સેટથી કૉલ પણ કરી જોયો, પરંતુ પાકિસ્તાની પાયલોટે કોઈ જવાબ નહતો આપ્યો. જે બાદ ડૉર્નિયર પાકિસ્તાની વૉરશિપની આસપાસ ચક્કર લગાવતું રહ્યુ. આખરે પાકિસ્તાની વૉરશિપે પીછેહટ કરી.

(11:53 pm IST)