Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુશાંત સિંહ કેસ : બિહારના આઇપીએસ બાદ હવે બીએમસીએ CBIને ક્વોરન્ટાઇનની આપી ચીમકી

મુંબઇના મેયર કિશોરી પેન્ડેકરે કહ્યું- CBIએ મુંબઇ પોલીસની પરવાનગી લેવી પડશે

મુંબઇઃ બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા કેસનું કોકડું વધુ ગુંચવાઇ રહ્યું છે. બિહાર સરકારે કેસની તપાસ CBIને સોંપ્યા બાદ આ મામલે હવેમુંબઇના મેયર કિશોરી પોન્ડેકરે કહ્યું કે સીબીઆઇના અધિકારીઓએ મુંબઇ પોલીસની પરવાનગી લેવી પડશે, નહીંતર તેમને ફરજિયાત આઇસોલેટ કરી દેવાશે.

સુશાંત કેસમાં બિહારથી આવેલા તપાસ અધિકારી વિનય તિવારીને ફરજિયાત ક્વોરન્ટાઇનમાં મોકલ્યા બાદ BMC સીબીઆઇના માર્ગમાં વધુ અવરોધ ઊભા કરવાની તૈયારીમાં છે.

મુંબઇના મેયર કિશોરી પોન્ડેકરે જણાવ્યું કે,મુંબઇ આવનારા સીબીઆઇના અધિકારીઓએ મુંબઇ પોલીસની ફરજિયાત પરવાનગી મેળવવી પડશે. ઘાતક કોરોના વાઇરસ મહામારીને લીધે આ જરુરી છે, નહીંતર તેમને ફરજિયાત આઇસોલેશનમાં મેકલી દેવામાં આવશે.

જ્યારે મહારાષ્ટ્રાના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ ભારપૂર્વક જણાવ્યું કે સુશાંત કેસમાં સીબીઆઇ તપાસની જરૂર જ નથી. તેમણે ઉમેર્યું કે સુશાંત કેસ હજુ સીબીઆઇને સોંપાયો જ નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને ચુકાદો 11 ઓગસ્ટે આવવાનો છે.

બીજી બાજુ બિહાર સરકારે સુશાંત સિંહનો કેસ સીબીઆઇને સોંપી દીધો છે. સુશાંતની આત્મહત્યામાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાયાની વચ્ચે સીબીઆઇએ બિહાર પોલીસ પાસેથી આ કેસની તપાસ લઇ લીધી છે.

સુશાંત કેસમાં સીબીઆઇએ રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે એફઆઇઆર નોંધતા જ દરરોજ ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. આ મામલે તપાસ અંગે મુંબઇ અને બિહાર પોલીસ સામ-સામે આવી ગઇ હતી. હવે બિહાર પોલીસે મુંબઇમાં કરેલી તપાસનો રિપોર્ટ સીબીઆઇને સોંપી દીધો છે.

રિપોર્ટ મુજબ બિહાર પોલીસના 4 અધિકારીઓની બનેલી SITની ટીમ મુંબઇ ગઇ હતી. તેને જે પણ તપાસ કરી તેનો અહેવાલ સીીબઆઇને સોંપી દીધો છે. કહેવાય છે કે પટણા પોલીસે તેની તપાસના રિપોર્ટમાં કેટલીક સનસનીખેજ માહિતી સીબીઆઇ સાથે શેર કરી છે.

નોંધનીય છે કે સુશાંની ગર્લફ્રેન્ડ રિયાની 8 કલાક પુછપરછ થઇ હતી. હવે ટુંકમાં જ તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને ભાઇ શોવિક ચક્રવર્તીની પણ સોમવારે ઇડી દ્વારા પુછપરછ કરાશે.

(11:21 pm IST)