Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વિશ્વમાં બે કરોડથી વધુ કેસ, ૭.૨૫ લાખથી વધુનાં મોત

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત

વોશિંગ્ટન, તા. : અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ જારી કરેલા આંકડાઓ પ્રમાણે, પૂરી દુનિયામાં કોરોના વાયરંસ સંક્રમણના કુલ કેસ વધીને બે કરોડથી ઉપર થઈ ગયા છે જ્યારે અત્યાર સુધીમાં મરનારાઓની સંખ્યા સવા સાત લાખથી ઉપર પહોંચી છે. અમેરિકામાં સૌથી વધુ ચેપના આંકડા છે. અહીં કુલ ,૯૪,૨૦૦૮ કેસ નોંધાયા છે. મરનારાઓની સંખ્યા ,૬૧,૩૫૮ છે. અમેરિકા પછી સંક્રમણના સૌથી વધુ કેસ બ્રાઝિલમાં નોંધાયા છે. બ્રાઝિલમાં ,૯૬,૨૪૪૨ કેસ નોંધાયા છે જ્યારે એક લાખ લોકો મોતને ભેટ્યા છે. ભારત સંક્રમણના કેસોમાં ત્રીજા સ્થાને છે. પછી ,૮૦,૫૬૩ કેસ અને ૧૪,૮૨૭ મોત સાથે રશિયા ચોથા ક્રમે આવે છે. દક્ષિણ આફ્રિકા પાંચમા સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં ,૪૫,૪૭૬ કેસ નોંધાયા છે જ્યારે દસ હજાર લોકોનાં મોત થયાં છે. છઠ્ઠા સ્થાને આવનારા મેક્સિકોમાં ,૬૯,૫૦૦ કેસ છે અને ૫૧,૩૧૧ લોકોનાં મોત થયાં છે.

(9:44 pm IST)