Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

પાર્ટી સાથે છું, મારું અપમાન સહન નહીં કરુ : પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે

ભાજપની નેતાગીરીને મહારાણીએ રોકડું પરખાવ્યું : રાજસ્થાન ભાજપે ધારાસભ્યોને રિસોર્ટના રાજકારણમાં નાખી દીધા તેની સાથે પ્રદેશ એકમમાં મોટો ભડકો થયો

નવી દિલ્હી, તા. : રાજસ્થાન ભાજપે પોતાના ધારાસભ્યોને રિસોર્ટના રાજકારણમાં નાખી દીધા તેની સાથે પ્રદેશ એકમમાં મોટો ભડકો થયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વસુંધરા રાજે કેન્દ્રીય નેતાગીરી સામે ગુસ્સે ભરાયાં  છે અને તેમણે બગાવતના સૂરમાં વાત કરવા માંડી છે. તેમણે કહ્યું છે કે તેઓ પોતાનું અપમાન સહન કરવાનાં નથી. પાર્ટી સાથે છે અને રહેશે પણ અપમાન સહન નહીં કરે. વસુંધરા રાજેએ શનિવારના રોજ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે આગામી ૧૪ ઓગસ્ટના રોજ રાજસ્થાનમાં વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યુ છે. જ્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. ત્યારે હવે વાતને લઈ ભાજપ પણ સક્રિય થયું છે.

             એવું કહેવાય છે કે રાજેએ કેન્દ્રીય નેતાગીરીને એમ કહ્યું છે કે તે પોતાનું અપમાન સહેજપણ સહન કરશે નહીં. રાજેને સાઈડલાઈન કરીને રાજ્યમં ગજેન્દ્રસિંહ શેખાવતને વજન આપવામાં આવી રહ્યું છે તેનાથી રાજે નારાજ છે. રાજેએ પોતાનાધારાસભ્યોને એક તરફ કરી દીધા છે એટલે ભાજપમાં ભડકો થયો છે.

(9:36 pm IST)