Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

આતંકી હુમલાના લીધે પાકમાં ક્રિકેટ મેચને અટકાવી દેવાઈ

સુરક્ષા ઉપર ઊભા સવાલ થયા : ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી પ્રશંસકો દેશમાં મેચ જોવા માટે તરસી ગયા હતા

ઇસ્લામાબાદ, તા. : પાકિસ્તાનમાં લાંબા સમયથી ક્રિકેટની વાપસી થઈ છે. ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી પ્રશંસકો પોતાના દેશમાં મેચ જોવા માટે તરસી ગયા હતા. પીસીબી સતત દેશમાં ખેલાડીઓની સુરક્ષાની વાત કરતી જોવા મળે છે. જોકે ફરી એક વખત પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમિયાન આતંકવાદી હુમલાના કારણે સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરાકજાઈ જિલ્લામાં એક અમન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું હતું. ફાઇનલ મેચ દરમિયાન ભવ્ય સમાપન સમારોહમાં તોડફોડ કરવામાં આવી હતી. આટલું નહીં મેદાનમાં રહેલા પ્રશંસક, રાજનીતિક કાર્યકર્તા અને મીડિયાકર્મીઓની હાજરીમાં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. લોકોએ આમથી તેમ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો.

          પાકિસ્તાનના મીડિયાના મતે મેચ શરૂ થયા પહેલા આતંકવાદીઓએ નજીકના પર્વત પરથી રમતના મેદાનમાં અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. પાકિસ્તાનની મીડિયાનું માનવામાં આવે તો અમન ક્રિકેટ ટૂર્નામેન્ટના નામથી આયોજીત કરેલી સ્પર્ધા પહેલા આતંકવાદીઓએ નજીકના પર્વત પરથી રમતના મેદાન પર ગોળીઓ ચલાવી હતી. ખેલાડી અને દર્શકોએ ભાગીને જીવ બચાવ્યોએક દર્શકે કહ્યું કે ગોળીબાર એટલો ભયાનક હતો કે આયોજકો પાસે રમત સમાપ્ત કર્યા સિવાય કોઈ વિકલ્પ હતો. ઓરાકજાઇ જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહમદ ખાને સ્વીકાર કર્યો કે તેને ક્ષેત્રમાં આતંકીઓ વિશે થોડીક જાણકારી હતી. હવે તેમણે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે.

(7:46 pm IST)