Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

શાકભાજીવાળા-દુકાનમાં કામ કરનારાને કોરોનાનો ખતરો વધુ

કેન્દ્ર સરકારનો રાજ્યને ટેસ્ટ માટે આદેશ : રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આપી છે કે આ બધા લોકોનું ઝડપથી ટેસ્ટિંગ થવું જોઈએ

નવી દિલ્હી, તા. : કેન્દ્ર સરકારને લાગે છે કે કરિયાણાની દુકાનો પર કામ કરનારા લોકો, રેકડી ચલાવતા અને છૂટક વેચાણ કરતા લોકોના કારણે કોરોના વાયરસનો ખતરો વધુ રહેલો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમના દ્વારા મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો રહેલો છે. એવામાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આપી છે કે લોકોનું ઝડપથી ટેસ્ટિંગ થવું જોઈએ જેથી ખ્યાલ આવી શકે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રીતે મૃત્યુદર ઘટાડવામાં મદદ મળી શકે છે. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે સલાહ આપી છે.

            સ્વાસ્થ્ય મંત્રાલયએ પત્રમાં જણાવ્યું છે કે, *કામ માટે આવનારા લોકો, વધુ કેસવાળા વિસ્તારમાંથી આવતા હોઈ શકે છે. ઝુપડપટ્ટી, જેલ, વૃદ્ધાશ્રમોમાં પણ હોટસ્પોટ થઈ શકે છે. સિવાય કરિયાણાની દુકાનો, શાકભાજી અને અન્ય લારીવાળા પણ પોટેન્શિયલ સ્પ્રેડર હોઈ શકે છે. આવા વિસ્તારો અને લોકોનું ટેસ્ટિંગ આઈસીએમઆર ગાઈડલાઈન્સ પ્રમાણે ઝડપથી થવું જોઈએ. ભૂષણે પોતાના પત્રમાં કહ્યું છે કે, ઓક્સિજન સુવિધા અને રિસ્પોન્સ મિકેનિઝમવાળી એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પણ જરુર છે. તેમણે કહ્યું કે ઘણાં રાજ્યોમાં એમ્બ્યુલન્સ મળવી મુશ્કેલ બની રહી છે. હવે નવા વિસ્તારોમાં કેસ સામે આવી રહ્યા છે, જેના પર ભૂષણે કહ્યું કે જિલ્લામાં કેસોના સ્લસ્ટર કે મોટા આઉટબ્રેક્સ હોઈ શકે છે. તેમણે કહ્યું કે આઉટબ્રેક્સને રોકવા પ્રાથમિકતા છે, ખાસ કરીને નવા લોકેશનમાં. તેમણે કહ્યું કે સાથે કોઈ પર કિંમતે જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રીત રહેવું જોઈએ.

(7:38 pm IST)