Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

બુલીયન માર્કેટમાં તેજીને બ્રેકઃ સોનામાં ૧૦ ગ્રામે ૧૧૦૦ ચાંદીમાં ૩૦૦૦ રૂ. તૂટયા

સોનાના ભાવ ઘટીને પ૬૮૦૦ રૂ. અને ચાંદીના ભાવ ૬૭,૦૦૦ રૂ. થયા

રાજકોટ તા. ૮ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં અવિરત તેજીને બ્રેક લાગી છે. સોનામાં ૧૦ ગ્રામે ૧૧૦૦ રૂ. અને ચાંદીના ભાવમાં ૩૦૦૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

બુલીયન માર્કેટમાં ગત રાત્રે ડોલરમાં મંદીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦ ગ્રામે ૧૧૦૦ રૂ. નીકળી ગયા હતા. ગઇકાલે સોનુ સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ પ૭,૯૦૦ રૂ. હતા તે ઘટીને પ૬,૮૦૦ રૂ. હતા તેઘટીને પ૬,૮૦૦ રૂ. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) એ એકજ ઝાટકે ૧૧૦૦૦ રૂ.નો કડાકો થયો હતો.

સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ પ,૭૯,૦૦૦ રૂ. હતા. તે ઘટીને પ,૬૮૦૦૦ રૂ).ની સપાટીયે ભાવ પહોંચ્યા હતા.

સોનાની સાથે ચાંદીના ભાવો પણ ઘટયા હતા બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીના પગલે ચાંદીના ભાવમાં ૩૦૦૦ રૂ.નો ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદીચોરસા (૧ કિલો)ના ભાવ ૭૦,૦૦૦ રૂ. હતા. તે ઘટીને આજે ૬૭,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સોના-ચાંદીના ભાવમાં છેલ્લા બે સપ્તાહની અવિરત તેજી બાદ પ્રત્યાઘાત ઘટાડો થયો છે જો કે, આગામી દિવસોમાં હજુ પણ આ બન્ને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળશે તેવો ઝવેરીબજારના સુત્રોએ સંકેત આપ્યો હતો.

(12:39 pm IST)