Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મોદીની લોકપ્રિય યથાવત : PM પદની પહેલી પસંદ

MOTN સર્વેમાં મોદીને મળ્યા ૬૬ ટકા વોટ : ૮ ટકા વોટ સાથે રાહુલ ગાંધી બીજા ક્રમે

નવી દિલ્હી,તા.૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભલે ચીન સાથેના સીમા વિવાદ અને કોરોના બાબતે  સતત હુમલાઓ કરતા હોય પણ આજે તર્ક-કર્વી ઇન્સાઇટસ તરફથી કરાયેલ મુડ ઓફ ધ નેશન (અુમ ઓટી એન) સર્વે અનુસાર, નરેન્દ્રમોદીની લોકપ્રિયતા જળવાઇ રહી છે. અને ભારતના આગામી વડાપ્રધાનના રૂપમાં હજુ પણ તે સૌથી લોકપ્રિય  વિકલ્પ છે.

હાલમાં જ કરવામાં આવેલ મુડ ઓફ નેશન સર્વેમાં ૬૬ ટકા લોકોનું માનવું છે કે ભારતના આગલા વડાપ્રધાન મોદી હોવા જોઇએ. મોદી પછી બીજા નંબર પર રાહુલ ગાંધી છે પણ તે બે આંકડા જેટલા ટકા પણ નથી મેળવી શકયા. ૮ ટકા લોકો માને છે કે આગામી વડાપ્રધાન રાહુલગાંધી બનવા જોઇએે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાંચ ટકા સાથે ત્રીજા નંબરે તો ૪ ટકા લોકો ગૃહ પ્રધાન અમિત શાહને આગામી વડા પ્રધાન તરીકે પસંદ કરે છે. આ લીસ્ટમાં યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ પણ છે અને બન્નેને ૩-૩ ટકા મત મળ્યા છે. તો પશ્ચિમ બંગાળાના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડાને ૨-૨ ટકા મત મળ્યા છે. જાન્યુઆરી ૨૦૨૦માં થયેલ સર્વેમાં મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ૪૦ ટકાનું અંતર હતું. જ્યારે આ સર્વેમાં તે વધીને ૫૮ ટકા થયું છે.  તેનો  અર્થ એવો થાય છે કે આ સમયગાળામાં મોદીની લોકપ્રિયતા વધી છે. જ્યારે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં ૫ ટકાનો ઘટાડો થયો છે.

(11:51 am IST)